Lincoln Pharmaceuticals Results: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ 31 માર્ચ 2026નાં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 87.89 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 82.35 કરોડનાં નેટ પ્રોફિટની તુલનામાં 6.74%ની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માટે કામગીરીમાંથી આવક રૂ. 704.48 કરોડ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 645.71 કરોડની તુલનામાં 9.10% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2026 માટે EBITDA રૂ. 131.14 કરોડ રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલા રૂ. 123.97 કરોડના EBITDAની તુલનામાં 5.78% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 26 માટે EPS પ્રતિ શેર રૂ. 43.88 નોંધાયું હતું.
કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ.10 પ્રતિ શેરની ફેસ વેલ્યૂ પર રૂ. 1.80 પ્રતિ શેર એટલે કે 18% ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ માર્ચ 2026માં પૂરા થયેલા વર્ષ માટે રૂ. 115.63 કરોડ પ્રોફિટ બિફોર ટેક્સ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 109.19 કરોડ હતો. 31 માર્ચ 2026નાં રોજ ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સે (FII) કંપનીમાં તેમનો હિસ્સો સતત વધારીને 5.20% કર્યો છે, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું (DII) હોલ્ડિંગ 1.08% હતું. ગ્રીનએક્સ વેલ્થ મલ્ટિહોરાઇઝન્સ ઓપોર્ચ્યુનિટી ફંડ અને રિમો કેપિટલ ફંડ એલપી કંપનીમાં અનુક્રમે 1.07% અને 1.33% હિસ્સો ધરાવે છે.
કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. 1,000 કરોડની આવકનું લક્ષ્ય ધરાવે છે, જે હાઇ-વેલ્યૂ પ્રોડક્ટ લાઇનમાં બિઝનેસ એક્સપાન્શન અને નવા માર્કેટમાં પ્રવેશને આભારી છે. આ ધ્યેય 15-18% વાર્ષિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાની વ્યાપક સ્ટ્રેટેજીનો એક ભાગ છે, જે કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ENT સેગમેન્ટમાં મજબૂત પર્ફોર્મન્સ દ્વારા સંચાલિત છે. કંપની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટને એક્સપાન્ડ કરવા માટે પ્રતિબદ્ધ છે.
9 જાન્યુઆરીના રોજ CRISIL રેટિંગ્સે લિંકન ફાર્માસ્યુટિકલ્સની બેંક ફેસિલિટીઝ પર તેના 'CRISIL A/Stable/CRISIL A1' રેટિંગ્સને રિઅફર્મ કર્યું છે, જે વર્કિંગ-કેપિટલ ઇન્ટેન્સિટી અને રેગ્યુલેટરી તથા સ્પર્ધાત્મક પડકારો હોવા છતાં, પ્રમોટરોના મજબૂત ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ, એસ્ટાબ્લિશ્ડ માર્કેટ પોઝિશન અને હેલ્ધી ફાયનાન્સિયલ પ્રોફાઇલને પ્રતિબિંબિત કરે છે.
ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ અને ફ્યુચર પ્લાન્સ વિશે વાત કરતા, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ડિરેક્ટર શ્રી મુંજાલ પટેલે જણાવ્યું હતું કે, મજબૂત માંગ, કાર્યક્ષમતા અને માર્કેટ્સમાં સતત સફળ એક્ઝિક્યુશન થકી હેલ્ધી ગ્રોથ સાથે નાણાકીય વર્ષ 2026નાં પરિણામો જાહેર કરતા અમને આનંદ થાય છે.
અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા, અમારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ હાજરીને એક્સપાન્ડ કરવા અને રિસર્ચ તથા મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ડેટ-ફ્રી બેલેન્સ શીટ અને મજબૂત ફંડામેન્ટલ્સ થકી, અમે પ્રોફિટેબલ ગ્રોથ ટકાવી રાખવા અને સ્ટેકહોલ્ડર્સ માટે લોંગ-ટર્મ વેલ્યૂ-ક્રિએશન કરવાનો વિશ્વાસ રાખીએ છીએ.
