અમદાવાદ: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષમાં પ્રથમ વખત રૂ. 533 કરોડની આવક અને રૂ. 100 કરોડનો કરવેરા પહેલાંનો નફો હાંસલ કર્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષમાં તેના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પરિણામો આપતાં નાણાંકીય વર્ષ 2023 દરમિયાન સર્વોચ્ચ આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ પર 15% એટલે કે રૂ. 1.50 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરી છે.
FY23ના પરિણામો પર નજર:- (સ્ટેન્ડઅલોન)
- ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 5.11% વધીને રૂ. 72.90 કરોડ થયો
- કુલ આવક વાર્ષિક ધોરણે 10.52%ની વૃદ્ધિ સાથે રૂ. 532.79 કરોડ રહી
- એબિટા વાર્ષિક ધોરણે 5.86% વૃદ્ધિ સાથે રૂ. 111.65 કરોડ થઈ
- કંપનીએ નાણાંકીય વર્ષ 23 માટે 15% ડિવિડન્ડ એટલે કે શેર દીઠ રૂ. 1.5ની ભલામણ કરી
Q4FY23ના પરિણામો પર એક નજર:- (સ્ટેન્ડઅલોન)
- ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 14.00% વધીને રૂ. 12.56 કરોડ થયો
- કુલ આવક વાર્ષિક ધોરણ 11.47% વધીને રૂ. 116.41 કરોડ થઈ
- એબિટા વાર્ષિક ધોરણે 6.26% વધીને રૂ. 20.54 કરોડ થઈ
કંપનીએ FY23 માટે રૂ. 72.90 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 69.36 કરોડ હતો, જે 5.11% ની વૃદ્ધિ દર્શાવે છે. FY23 માટે કુલ આવક રૂ. 532.79 કરોડ નોંધાઈ હતી, જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન સમયગાળાની રૂ. 482.08 કરોડની કુલ આવક કરતાં 10.52% વધુ છે. કંપનીએ FY23માં રૂ. 111.65 કરોડની એબિટા નોંધાવી હતી, જેમાં FY22માં રૂ. 105.47 કરોડની એબિટાની સરખામણીએ 5.86% નો વધારો થયો હતો. FY23 માટે ઈપીએસ રૂ. 36.40 પ્રતિ શેર નોંધાઈ હતી.
પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "કંપનીએ FY23 માં મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી સાથે રૂ. 500 કરોડની આવક અને રૂ. 100 કરોડના નફાનો માઈલસ્ટોન તથા આવક, માર્જિન અને નફાકારકતામાં સ્વસ્થ વૃદ્ધિ હાંસલ કરી છે. અમે વૃદ્ધિની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ અને આગામી વર્ષોમાં વધુ વેગ મળવાની અપેક્ષા રાખીએ છીએ. કંપનીએ તેના માર્જિનને જાળવી રાખીને અથવા તેમાં સુધારો કરીને FY26 સુધીમાં મજબૂત પ્રદર્શન સાથે રૂ. 750 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીએ શેર દીઠ રૂ. 1.5ના ડિવિડન્ડની ભલામણ કરી છે.”
Q4FY23 પરિણામો પર એક નજરઃ
FY23ના સમાપ્ત થયેલા Q4 માટે કંપનીએ રૂ. 12.56 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 11.02 કરોડનો ચોખ્ખો નફો હતો જે 14.00% ની વૃદ્ધિ દર્શાવે છે. Q4FY23 માટે કુલ આવક રૂ. 116.41 કરોડ નોંધાઈ હતી જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન સમયગાળાની રૂ. 104.4 કરોડની આવક કરતાં 11.47% વધુ છે. કંપનીએ Q4 FY23 માં રૂ. 20.54 કરોડની એબિટા નોંધાવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 19.33 કરોડની સરખામણીએ 6.26% નો વધારો થયો હતો. Q4FY23 માટે ઈપીએસ રૂ. 6.27 પ્રતિ શેર હતી.
“કંપનીએ વાર્ષિક ધોરણે તેની અત્યાર સુધીની સૌથી વધુ આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપની સ્થાનિક અને નિકાસ વ્યવસાયમાં ઉત્તમ વૃદ્ધિ નોંધાવી રહી છે અને આગામી વર્ષોમાં તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખવાની અપેક્ષા રાખે છે. વ્યૂહાત્મક વૃદ્ધિની પહેલ, ઉત્પાદન અને ભૌગોલિક વિસ્તરણ અને કાર્યક્ષમતા આગળ જતાં વૃદ્ધિમાં ફાળો આપે તેવી શક્યતા છે, એમ શ્રી પટેલે જણાવ્યું હતું.
સેફાલોસ્પોરિન વિસ્તરણ પર અપડેટ - સપ્ટેમ્બર 2021માં કંપનીએ સેફાલોસ્પોરિન પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે ગુજરાતના મહેસાણામાં એક પ્લાન્ટ હસ્તગત કર્યો. કંપનીએ સેફાલોસ્પોરીન પ્લાન્ટમાં રૂ. 30 કરોડનું રોકાણ કર્યું છે - જેમાં ભંડોળના આંતરિક સ્ત્રોતનો ઉપયોગ કરીને સંપાદન અને અનુગામી ક્ષમતા વિસ્તરણનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ આગામી 3 વર્ષમાં આશરે રૂ. 150 કરોડના વેચાણમાં ફાળો આપે તેવી અપેક્ષા છે. ટેબ્લેટ કેપ્સ્યુલ, ડ્રાય-પાઉડર સસ્પેન્શન ઉત્પાદનો માટે કંપનીને WHO-GMP તરફથી મંજૂરી મળી છે.
છેલ્લાં 5 વર્ષોમાં કંપનીએ નફામાં 17.35% CAGR અને વેચાણમાં ઉચ્ચ સિંગલ-ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે. કંપની તેના નફાના માર્જિનને FY18માં આશરે 9.88% થી FY23 માં 14.88% થી વધુ વધારવામાં સફળ રહી છે. કંપનીની તરલતાની સ્થિતિ મજબૂત પાયા પર છે, જે તંદુરસ્ત રોકડ ઉપાર્જન, નો-ટર્મ ડેટ અને સ્વસ્થ વળતર ગુણોત્તર દ્વારા સમર્થિત છે. કંપનીની નાણાકીય જોખમ રૂપરેખામાં સુધારા, સ્કેલ અને માર્જિનમાં સતત વૃદ્ધિ, સ્વસ્થ નફાકારકતાને જોતાં રેટિંગ એજન્સી ICRA એ કંપનીની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બેંક સુવિધાઓને અનુક્રમે A અને A1 માં અપગ્રેડ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રમોટર જૂથે ધીમે ધીમે કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો છે. માર્ચ 2023 સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ 1.27% છે.
લિંકન ફાર્મા પાસે અમદાવાદ, ગુજરાતના ખાત્રજ ખાતે અત્યાધુનિક ઉત્પાદન સુવિધા એકમ છે, જે કડક આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને અનુપાલન ધોરણોનું પાલન કરે છે અને EUGMP, WHO-GMP અને ISO-9001: 2015 દ્વારા પ્રમાણિત છે. કંપનીએ 600થી વધુ ફોર્મ્યુલેશન વિકસાવ્યા છે. 15 રોગનિવારક ક્ષેત્રોમાં અને એન્ટિ-ઇન્ફેક્ટિવ, શ્વસનતંત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન, કાર્ડિયો અને સીએનએસ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-મેલેરિયા વગેરેમાં મજબૂત પ્રોડક્ટ/બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ 25થી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરી છે અને તેને સાત પેટન્ટ આપવામાં આવી છે. દેશભરમાં 30,000 થી વધુ ડોકટરો, કેમિસ્ટ્સને સેવા આપતા 600 થી વધુ કર્મચારીઓના સમર્પિત ફિલ્ડ ફોર્સ સાથે કંપની રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક બજારમાં મજબૂત હાજરી ધરાવે છે.