EPFO Salary Hike: એમ્પ્લોયી પ્રોવિડન્ડ ફંડ ઑર્ગેનાઈઝેશન (EPFO)ના મેમ્બર્સનો બેઝીક પગાર વધારીને દર મહિને 25 હજાર રૂપિયા કરવાના પ્રસ્તાવ પર સહમતિ સાંધવા માટે સરકારની પહેલ વચ્ચે કર્મચારી સંગઠનોનું માનવું છે કે, આ પુરતુ નથી.
મોંઘવારીના વર્તમાન દર તેમજ કુશળ શ્રમિકોના પાગરમાં થયેલા વધારાને જોતા EPFO અને ESI બન્નેની મહત્તમ પગાર મર્યાદા વધારીને દર મહિને 30 થી 40 હજાર રૂપિયા કરી દેવી જોઈએ.
સંગઠનોનો દાવો છે કે, સરકાર તરફથી આ દિશામાં હકારાત્મક પગલા લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ નોકરીદાતાઓ તેની સાથે સહમત નથી. જેના કારણે કોઈ ચોક્કસ નિર્ણય નથી લેવાઈ રહ્યો.
EPFO અંતર્ગત મહત્તમ પગાર મર્યાદા વધારવા મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રાલયે તમામ હિતધારકો સાથે અનેક બેઠકોમાં વાટાઘાટો કરી છે. જેમાં તમામ પક્ષોએ સહમતિ પણ આપી છે, પરંતુ તેને 30 થી 40 હજાર રૂપિયા સુધી વધારવા મુદ્દે અસહમતિ છે.
હવે શ્રમ મંત્રાલય વચ્ચેનો માર્ગ કાઢીને 15 હજારની મહત્તમ મર્યાદાને વધારીને 25 હજાર રૂપિયા કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
મંત્રાલયના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, EPFOના ટ્રસ્ટી બોર્ડની આગામી વર્ષે જાન્યુઆરીમાં મળનારી બેઠકમાં તેને મંજૂરી મળવાની પુરેપુરી સંભાવના છે.
બીજી તરફ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓનું કહેવું છે કે, સરકારે EPFO અને ESI બન્નેની મહત્તમ વેતન મર્યાદાને સન્માનજનક વધારવી જોઈએ.
શ્રમિકોના સૌથી મોટા સંગઠન ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે જણાવ્યું કે, EPFO અને ESI બન્નેની પગાર મર્યાદા વધારીને તેને એકસરખી કરવી જોઈએ.
ESIની મહત્તમ 21 હજાર મહિનાની વર્તમાન મર્યાદામાં આર્થિક માપદંડો અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને 42 હજાર રૂપિયા કરવા માટે શિમલામાં મળેલી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે નોકરિદાતાઓ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે અમે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને મળીને વચલો માર્ગ કાઢવાનો આગ્રહ કર્યો છે, પરંતુ હજુ સુદી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
