KVP Scheme: કિસાન વિકાસ પત્ર એટલે પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ, કોઈ જ જોખમ વગર આટલા મહિનામાં બે ગણી થઈ જશે રકમ

કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત એક નિશ્ચિત આવક બચત યોજના છે. આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે રોકાણ કરેલી રકમ ચોક્કસ સમયગાળા પછી આપમેળે બમણી થઈ જાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 21 Dec 2025 05:28 PM (IST)Updated: Sun 21 Dec 2025 05:28 PM (IST)
kvp-scheme-govt-backed-scheme-promises-to-double-your-money-in-fixed-time-with-zero-risk-659504

KVP Scheme: વર્તમાન સમયમાં જ્યારે શેરબજારમા ભારે અફરા-તફરી પ્રવર્તિ રહી છે અને ઘણા લોકો તેમના રોકાણો વિશે અનિશ્ચિત હોય છે ત્યારે દરેક રોકાણકાર સલામત અને વિશ્વસનીય વિકલ્પ શોધી રહ્યો છે.

જો તમે પણ ઇચ્છો છો કે તમારા મહેનતથી કમાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત અને સમયસર બમણા થાય તો પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર (KVP) યોજના તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જે રોકાણ પર 100% સરકારી ગેરંટી આપે છે.

કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત એક નિશ્ચિત આવક બચત યોજના છે. આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે રોકાણ કરેલી રકમ ચોક્કસ સમયગાળા પછી આપમેળે બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આ યોજના ખાસ કરીને એવા લોકોમાં લોકપ્રિય છે જેઓ જોખમ લેવાનું ટાળે છે અને ગેરંટીકૃત વળતર ઇચ્છે છે.

7.5 % વાર્ષિક વ્યાજ
KVP હાલમાં 7.5 % વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દરે રોકાણની રકમ 115 મહિનામાં એટલે કે લગભગ 9 વર્ષ અને 7 મહિનામાં બમણી થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ રોકાણકાર કિસાન વિકાસ પત્રમાં ₹1 લાખનું રોકાણ કરે છે તો તેમને નિર્ધારિત સમયગાળાના અંતે ₹2 લાખ મળશે. વધુમાં નાના રોકાણકારો પણ સરળતાથી શરૂઆત કરી શકે છે.

તમે કેટલું રોકાણ કરી શકો છો?
કિસાન વિકાસ પત્રમાં લઘુત્તમ રોકાણ રકમ ₹1,000 છે, જ્યારે મહત્તમ રોકાણ મર્યાદા નથી. રોકાણકારો સિંગલ અથવા સંયુક્ત ખાતા દ્વારા રોકાણ કરી શકે છે. માતાપિતા તેમના સગીર બાળકના નામે KVP ખાતું પણ ખોલી શકે છે, જેનાથી તેઓ ભવિષ્યની જરૂરિયાતો માટે સુરક્ષિત ભંડોળ બનાવી શકે છે.

યોજનાના અન્ય લાભો
આ યોજના અન્ય ઘણા લાભો પણ પ્રદાન કરે છે. KVP 100% સરકારી ગેરંટી દ્વારા સમર્થિત છે જે રોકાણની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જો જરૂર હોય તો KVP પ્રમાણપત્ર સામે બેંકમાંથી લોન પણ મેળવી શકાય છે.

વધુમાં ખાતું એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે અને નોમિનેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

વ્યાજ કરપાત્ર છે
કિસાન વિકાસ પત્ર એક લાંબા ગાળાની યોજના હોવા છતાં અમુક શરતોને આધીન અઢી વર્ષ પછી આંશિક અથવા સંપૂર્ણ ઉપાડ શક્ય છે. રોકાણકારોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે KVP પર મળતું વ્યાજ કરપાત્ર છે, એટલે કે તે આવકવેરાના નિયમોને આધીન છે.