Jio Annual Plan: રિલાયન્સ Jio દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની છે. હાલ Jio પાસે 48 કરોડથી વધારે યુઝર્સ છે, જેના માટે કંપની પોતાના પોર્ટફોલિયોમાં અનેક પ્રકારના રિચાર્જ પ્લાન ઑફર કરતી રહે છે. એવામાં Jioએ વારંવાર રિચાર્જ કરાવવાથી કંટાળી ઉઠેલા યુઝર્સને મોટી રાહત આપી છે.
જો તમને મોંઘો રિચાર્જ પ્લાન પોશાય તેમ નથી અને વારંવાર મંથલી પ્લાનનું રિચાર્જ કરાવીને પણ કંટાળી ગયા હોવ, તો તમારી ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. હકીકતમાં Jioએ પોતાના ગ્રાહકોની સુવિધા ખાતર પોતાના પોર્ટફોલિયોમાં એક મોટો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત કંપનીએ લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન્સની સંખ્યા વધારી દીધી છે.
આમ તો Jio પાસે અઢળક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, જે અલગ-અલગ પ્રાઈસ અને બેનિફિટ્સ સાથે આવે છે. જો કે Jio પોર્ટલ પર વેલ્યૂ કેટેગરીમાં એક ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે, જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે.
Jioનો આ સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન માત્ર 1748 રૂપિયાનો છે. જેમાં યુઝર્સને પુરા 336 દિવસ માટેની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને રોમિંગ ફ્રીનો ફાયદો મળે છે. આ સાથે જ ટોટલ 3600 ફ્રી SMS કરવા મળશે.
Jioએ આ રિચાર્જ પ્લાનની સાથે Jio TV, Jio AI Cloudનું એક્સેસ આપ્યું છે. જો કે આ પ્લાનમાં યુઝર્સને ઈન્ટરનેટ ડેટા નહીં મળે. આ રિચાર્જ પ્લાન Jioના પોર્ટલ અને My Jio એપ પર લિસ્ટેડ છે. જેના માટે મોબાઈલની અંદર પ્રીપેડ રિચાર્જની કેટેગરીમાં જવું પડશે. પ્રીપેડ રિચાર્જની કેટેગરીની અંદર યુઝર્સને વેલ્યુ કેટેગરીનો ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરશો તો ત્યાં તમને રૂ.1748 રૂપિયાનો પ્લાન લિસ્ટેડ જોવા મળશે.
