IRCTC Ticket Booking:રેલવે દ્વારા ટિકિટ બુકિંગથી લઈ ઉતારું ભાડામાં વધારો કરવાને લગતા તાજેતરમાં કેટલાક ફેરફારો કર્યાં છે ત્યારે IRCTC IDને આધાર સાથે લિંક કરવાની પણ જાહેરાત કરી છે તો બીજી બાજુ યાત્રીઓ માટે એડવાન્સ રિઝર્વેશન બુકિંગ 60 દિવસ નહીં પણ 59 દિવસ અગાઉ શરૂ થશે.
29મી ડિસેમ્બરથી જ આધાર સાથે લિંક ન હોય તેવા IRCTC યાત્રીઓ સવારના 8 વાગ્યાથી લઈ બપોરના 12 વાગ્યા સુધી તેમની ટિકિટને બુક કરાવી શકશે નહીં. આ નવો નિયમ માત્ર રિઝર્વ રેલવે બુકિંગ ખુલે તેના પ્રથમ દિવસે લાગુ થશે. ભારતીય રેલવે દ્વારા આ નિયમોને ત્રણ તબક્કામાં લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેનો પ્રથમ તબક્કો 29મી ડિસેમ્બર એટલે કે આજથી આધાર વગર સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રેલવે ટિકિટનું બૂકિંગ નહીં થાય.
આ ઉપરાંત બીજો તબક્કો 5 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રેલવેની ટિકિટ બુકિંગ નહીં કરી શકાય. ત્રીજા તબક્કામાં 12મી જાન્યુઆરીથી સવારના 8 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી આ પ્રકારના યુઝર્સ રેલવે ટિકિટ બુક નહીં કરી શકે.
રેલવે વિભાગ દ્વાાર આ નિયમ ટિકિટ વિન્ડો ખુલે તે દિવસે વધુ સંખ્યામાં પેસેન્જરને ઓનલાઈન ટિકિટ બુક માટેની તક પૂરી પાડવાનો છે તથા ડમી અકાઉન્ટથી રેલવે ટિકિટ બૂકિંગ કરનાર એજન્ટોને નિયંત્રિત કરવાનો ઉદ્દેશ છે.
રેલવે દ્વારા આ ફેરફાર IRCTCથી બૂકિંગ પર કર્યાં છે. જેમાં એડવાન્સ ટિકિટ બૂકિંગ અગાઉના દિવસે જનરલ રિઝર્વ ટિકિટ બુક કરવા માટે આધાર ઓથેન્ટિકેટેડ IRCTC અકાઉન્ટ જ કામ કરશે. રેલવેના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર્સ પર ટિકિટ બુક કરવાની પ્રક્રિયામાં કોઈ જ ફેરફાર નથી.
