Iqoo Pad Price: સ્માર્ટફોન બ્રાન્ડ iQooએ તેનું પહેલું ટેબલેટ iQoo Padને લોન્ચ કર્યું છે. આ ટેબ વનપ્લસ (OnePlus)ને ટક્કર આપે એવી શક્યતા છે. iQoo Padની સાથે ફ્લેગશિપ પ્રોસેસર અને મોટી 12.1 ઇંચની ડિસ્પ્લે મળે છે. ટેબમાં 12GB સુધીની રેમનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ટેબને 30 હજાર રૂપિયાી શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
કિંમત
iQoo Padને અત્યારે લોકલ માર્કેટમાં લોન્ચ કરાયું છે. ટેબને સિંગલ ઇન્ટરસ્ટેલર ગ્રે કલરમાં લોન્ચ કરાયું છે. ટેબ ચાર ઓપ્શન સાથે આવે છે. તેના 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 30,500 રૂપિયા, 8GB + 256GBની કિંમત 34,000 રૂપિયા, 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,500 રૂપિયા અને 12GB + 512GBની કિંમત 41,000 રૂપિયા છે.
સ્પેસિફિકેશન
iQoo Padની સાથે 12.1 ઇંચની મોટી LCD ડિસ્પ્લે મળે છે. જે 2.8k રિઝોલ્યૂએશન, 144 Hz રિફ્રેશ રેટ અને 600 નિટ્સનો પીક બ્રાઇટનેસથી સજ્જ છે. ડિસ્પ્લેની સાથએ HDRનો પણ સપોર્ટ છે. iQoo Padની સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 9000 પ્લસ (MediaTek Dimensity 9000+) પ્રોસેસરનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સાથે જ 12GB સુધી LPDDR4x રેમ અને 512GB સુધી સ્ટોરેજનો સપોર્ટ આપવામાં આવ્યો છે. પેડની સાથે એન્ડ્રોઇડ 12 આધારિત OriginOS 3 મળે છે.
iQoo Padના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેની સાથે 13MPનો પ્રાઇમરી કેમેરા મળે છએ. પેડમાં 2MPનું માઇક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે પેડમાં 8MP મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે. iQoo Padમાં 10,000 mAhની બેટરી સાથે 44w ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે પેડમાં 5G, 4G, wifi, Bluetooth 5.3, ડ્યુઅલ બેન્ડ GPS, MC અને USB Type Cનો સપોર્ટ આપવામાં આવ્યો છે.