Ganpati Pandal:દેશભરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે અને લોકો તેમના ઘરોમાં બાપ્પાની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ત્યારે દેશના સૌથી ભવ્ય અને મોંઘા ગણપતિ પંડાલ(India's Expensive Ganpati Pandal)ની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકોના મનમાં સામાન્ય રીતે લાલબાગચા રાજા(Lalbaugcha Raja)નું નામ સૌથી પહેલા આવે છે. પણ દેશમાં એક એવો પંડાલ પણ છે કે જેનો વિમો રૂપિયા 700 કરોડથી વધારે છે.
કયા પંડલ સૌથી વધારે મોંઘા છે
મુંબઈના કિંગ્સ સર્કલ (માટુંગા)માં આવેલ GSB Sena Mandal પંડાલ દેશનો સૌથી મોંઘો પંડાલ માનવામાં આવે છે. દેશના સૌથી સમૃદ્ધ ગણપતિ તરીકે ઓળખ ધરાવતા આ મંડલ ખાતે ઉત્સવ 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2026 સુધી યોજાઈ રહ્યો છે. પોતાની ભવ્યતા, પરંપરા અને સુરક્ષાને લીધે આ મંડલ દર વર્ષ ખૂબ જ ચર્ચામાં રહે છે.
રૂપિયા 702 કરોડનો છે વીમો
લાખો ભક્તોની ભીડ અને કરોડોના ચડાવાની સુરક્ષા માટે આ વર્ષે મંડલ દ્વારા કૂલ રૂપિયા 703.27 કરોડનો વીમા કવર લેવામાં આવ્યું છે. તે વર્ષ 2025માં આ પંડાલ માટે રૂપિયા 474 કરોડનો વીમો લેવામાં આવ્યો હતો. આ વીમા કવરના નિયમો પ્રમાણેઃ
- સોના-ચાંદીના દાગીના અને કિંમતી પથ્થરો ચોરી કે અન્ય નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.
- સુરક્ષા કર્મચારીઓ,સ્વયંસેવકો,પૂજારી,રસોઈયા અને કાર્યક્રમમાં હાજરી આપનારા તમામ ભક્તો માટે વ્યક્તિગત અકસ્માત વીમો આપવામાં આવશે.
- મંડપ સુરક્ષા,ભીડ વ્યવસ્થાપન અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને સંભાળવા માટે રક્ષણ પૂરું પાડવામાં આવશે.
- શોર્ટ સર્કિટ,આગ અથવા વરસાદથી થતા નુકસાન સામે રક્ષણની જોગવાઈ.
કેટલું સોનું અને ચાંદી ચઢાવવામાં આવ્યું?
'નસલા પાવનેર વિશ્વાચ રાજા'તરીકે ઓળખાતી બાપ્પાની આ મૂર્તિના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો આવે છે.આ મૂર્તિ વર્ષોથી મળેલા દાનથી શણગારવામાં આવી છે. આ વર્ષે બાપ્પાની મૂર્તિને 66 કિલોગ્રામ સોનાથી શણગારવામાં આવી છે, જેમાં મુગટ, હાર અને હાથપગનો સમાવેશ થાય છે.
આ વર્ષે મૂર્તિમાં 335 કિલોગ્રામથી વધુ ચાંદીના વાસણો, ઘરેણાં અને એક ભવ્ય પ્રભાવલી (પાછળની ફ્રેમ) છે. બાપ્પાના હાથ, સૂંઢ અને મુગટ પણ લાખોની કિંમતના કિંમતી હીરા અને રત્નોથી જડિત છે.
આ મૂર્તિ પર્યાવરણને અનુકૂળ
મુંબઈના અન્ય પંડાલોથી વિપરીત આ પંડાલો ફિલ્મ સેટની જેમ શણગારવામાં આવ્યો નથી પરંતુ પ્રાચીન અને વૈદિક પરંપરાઓ પ્રમાણે બનાવવામાં આવ્યો છે. બાપ્પાની મૂર્તિ પણ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ માટી અને પાણીમાં દ્રાવ્ય રંગોથી બનાવવામાં આવી છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે, રસીદ પ્રણાલીને દૂર કરવામાં આવી છે અને બધું ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે.
