Infosys Dividend News: Infosysએ વર્ષ 2015 બાદનું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યું, જુઓ કેવો છે ડિવિડન્ડનો ઈતિહાસ

કંપનીએ વર્ષ 2025 બાદથી અત્યાર સુધીના સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે.આ અગાઉ ઈન્ફોસિસે વર્ષ 2015માં સૌથી વધારે ડિવિડન્ડ કર્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 16 Oct 2025 06:27 PM (IST)Updated: Thu, 16 Oct 2025 06:27 PM (IST)
infosys-dividend-news-company-announces-dividend-along-with-results-know-full-details
HIGHLIGHTS
  • ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2024-25 માટે શેરદીઠ રૂપિયા 21 વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી

Infosys Dividend News: અગ્રણી IT કંપની ઈન્ફોસિસ (Infosys Ltd)એ સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યાં છે. કંપનીએ પરિણામોની સાથે રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ 2025 બાદથી અત્યાર સુધીના સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે.

આ અગાઉ ઈન્ફોસિસે વર્ષ 2015માં સૌથી વધારે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તે સમયે કંપનીએ શેરદીઠ રૂપિયા 29.5 ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ શેરદીઠ 23 વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે માટે રેકોર્ડ ડેટ તરીકે 27 ઓક્ટોબર તારીખ નક્કી કરી છે.

કંપનીનો ડિવિડન્ડ અંગેનો રેકોર્ડ
ઈન્ફોસિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 (FY 2025) માટે શેરદીઠ ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આ ડિવિડન્ડ 17 એપ્રિલ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ અને રેકોર્ડ ડેટ 30 મે 2025ના રોજ નક્કી કરવામાં આવી હતી. ડિવિડન્ડની ચુકવણી 30 જૂન 2025ના રોજ કરવામાં આવી.

આ ઉપરાંત ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2024-25 માટે શેરદીઠ રૂપિયા 21 વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેની રેકોર્ડ ડેટ 29 ઓક્ટોબર 2024 હતી. આ ડિવિડન્ડની ચુકવણી 12 નવેમ્બર 2024ના રોજ હતી. આ બન્ને ડિવિડન્ડને સંયુક્ત રીતે ગણીએ તો ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2024-25માં કૂલ રૂપિયા 43 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જે ગયા વર્ષના રૂપિયા 46 પ્રતિ શેરથી થોડું ઓછું હતું.