ટેક ડેસ્કઃ ઇનફિનિક્સે Infinix Zero 5G 2023 અને Infinix Zero 5G 2023 Turbo સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. Infinix Zero સિરીઝના આ બંને ફોનમાં 6nmનું મીડિયાટેક Dimensity પ્રોસેસર છે. આ ઉપરાંત ફોનમાં 6.78 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. જેનો રિફ્રેસ રેટ 120Hz છે. ફોનમાં ત્રણ રિઅર કેમેરા આપવામાં આવ્યા છે જેનો પ્રાઇમરી લેન્સ 50MPનો છે.
Infinix Zero 5G 2023, Infinix Zero 5G 2023 Turboની કિંમત
Infinix Zero 5G 2023માં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની કિંમત 17,999 રૂપિયા છે. તો Infinix Zero 5G 2023 Turboની કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનમાં 8 જીબી રેમ સાથે 256 જીબી સ્ટોરેજવાળું મોડેલ પણ અવેલેબલ છે. ફોન કોરલ ઓરેન્જ, પર્લ વ્હાઇટ અને સબમેરિનર બ્લેક કલરમાં ખરીદી શકાય છે. ફોનને ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરી દેવામાં આવી છે અને વેચાણ 11 ફેબ્રુઆરીથી થશે. લોન્ચિંગ ઓફર અંતર્ગત Infinix Zero 5G 2023 પર 1500 રૂપિયા અને Infinix Zero 5G 2023 Turbo પર 2000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે.
Infinix Zero 5G સિરીઝના સ્પેસિફિકેશન
Infinix Zero 5G 2023 અને Infinix Zero 5G 2023 Turbo બંનેના ફીચર્સ એક જેવા જ છે. બંને ફોનમાં એન્ડ્રોઈડ 12નું XOS ઓપરેટિંગ સિસ્ટમ આપાવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં ત્રણ રિઅર કેમેરા છે. બંનેમાં એક જ સાઇઝની બેટરી છે. જોકે, Infinix Zero 5G 2023 Turboમાં અલગ પ્રોસેસર અને સ્ટોરેજ છે.
Infinix Zero 5G 2023 અને Infinix Zero 5G 2023 Turboમાં એન્ડ્રોઇડ 12 આધારિત XOS 12 છે. આ ઉપરાંત ફોનમાં 6.78 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. Infinix Zero 5G 2023માં મીડિયાટેક Dimensity 920 5G પ્રોસેસર અને Infinix Zero 5G 2023 Turboમાં મીડિયાટેક Dimensity 1080 5G પ્રોસેસર છે. આ ફોનમાં 8 જીબી ઇનબિલ્ટ રેમ સાથે 5 જીબીનો વર્ચુઅલ રેમ છે.
Infinix Zero 5G 2023 અને Infinix Zero 5G 2023 Turboમાં ત્રણ રિઅર કેમેરા છે જેનો પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે. અન્ય બે લેન્સ 2-2 મેગાપિક્સલના છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરાની સાથે સુપર નાઇટ મોડ પણ આપવામાં આવ્યો છે.
Infinix Zero 5G 2023માં 128 જીબીનું સ્ટોરેજ છે. તો Turbo એડિશનમાં 256 જીબી સ્ટોરેજ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi, 5G, બ્લૂટૂથ, GPS, 3.5mm જેક, યૂએસબી ટાઇપ-સી પોર્ટ અને હેડફોન જેક છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Infinix Zero 5G 2023 અને Infinix Zero 5G 2023 Turboમાં 5000mAhની બેટરી છે. તેની સાથે 33wનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.