Indian Raliways In Year 2025: વિશ્વમાં સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવતી ભારતીય રેલવે (Indian Railway) માટે વર્ષ 2025 સૌથી ખાસ વર્ષ બન્યુ છે. કનેક્ટિવિટી, આધુનિકીકરણ અને સુરક્ષના દ્રષ્ટિકોણથી ભારતીય રેલવે ખૂબ જ પ્રશંસનિય અને અસાધારણ કામગીરી કરવામાં સફળતા મેળવી છે.
વર્ષ 2025માં રેલવે (Railway In 2025)એ અનેક પ્રોજેક્ટોને લઈ નવી શરૂઆત કરી તો અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે, જેમાં નવી લાઈનના નિર્માણ, આત્યાધુનિક ટ્રેનની શરૂઆત તથા મોટી સંખ્યામાં સ્ટેશનોના રિડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેલવેએ અનેક શહેરો-નગરોને જોડી વંદે ભારત તથ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનું પણ શાનદાર રીતે સંચાલન કર્યું છે.
Ministry of Railways: Year End Review 2025
— PIB India (@PIB_India) December 28, 2025
With a strong focus on modern infrastructure and connectivity, Indian Railways is driving national growth by delivering superior travel experiences, efficient freight services and modern technology
The efforts this year reflects Indian…
તાજેતરમાં જ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રેલવે અન્ય કાર્યો સાથે સાથે સુરક્ષાને લઈ પ્રાથમિકતા પણ આપી રહી છે. રેલવે દ્વારા કવચ વર્ઝન 4.0 સાથે રેલવે એન્જીનો તથા રેલવે ટ્રેકને જોડ્યા છે. ભારતીય રેલવે આ અંગે નવા વર્ષમાં યુદ્ધના ધોરણે કામ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. અત્યાર સુધીમાં 10 હજાર જેટલા એન્જીનોમાં આ કવચ લગાવવામાં આવ્યું છે.
વંદે ભારત એક્સપ્રેસના નેટવર્કનું વિસ્તરણ
વર્ષ 2025માં વંદે ભારત એક્સપ્રેસ નેટવર્કમાં ઝડપભેર વૃદ્ધિ થતી જોવા મળી છે. આ દરમિયાન વંદે ભારત 4.0 જેવી અત્યાધુનિક ટ્રેન અંગે પણ ચર્ચા થઈ.જેમાં વધુ ઝડપ અને વધુ આરામદાયકતા બન્નેનો સમાવેશ થાય છે.
વંદે ભારત એક્સપ્રેસ
વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express): નેટવર્કમાં ઝડપભેર વિસ્તણ થયું છે. વર્ષ 2025માં 15 નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેથી દેશભરમાં તેની કુલ સંખ્યા 164 સુધી પહોંચી ગઈ છે.
અમૃત ભારત એક્સપ્રેસ
અમૃત ભારત એક્સ્રેસ (Amrit Bharat Express): અમૃત ભારત એક્સપ્રેસની સંખ્યા વધી છે. આ અંતર્ગત આશરે 13 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.
વંદે સ્લીપર અને હાઈડ્રોજન ટ્રેન
આ વર્ષે પહેલી વંદે સ્લીપર ટ્રેનનું પરીક્ષણ શરૂ થયું. ભારતનો પહેલો સ્વદેશી રીતે વિકસિત હાઇડ્રોજન સંચાલિત ટ્રેનસેટ પરીક્ષણ માટે તૈયાર છે.
નમો ભારત રેપિડ રેલ
નમો ભારત રેપિડ રેલ ટૂંકા અને મધ્યમ અંતર માટે હાઈ-ફ્રિકન્વસી સેવા આપે છે. ભુજ-અમદાવાદ અને જયનગર-પટણા વચ્ચે 2 સર્વિસ સંચાલિત છે, જે આ ઉચ્ચ-માગ કોરિડોર પર મુસાફરીને સરળ બનાવે છે.
રેલ્વેની સૌથી મોટી સિદ્ધિ: ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક
આ વર્ષે રેલ્વેની સૌથી મોટી સિદ્ધિ USBRL પ્રોજેક્ટ હતી. આ પ્રોજેક્ટ દ્વારા આશરે 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંકનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું, જે કાશ્મીરને ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટમાં 36 ટનલ અને 943 પુલનો સમાવેશ થાય છે. તેમાં ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ્વે બ્રિજ, ચેનાબ બ્રિજ અને દેશની સૌથી લાંબી રેલ્વે ટનલ T-50 જેવી સીમાચિહ્નરૂપ એન્જિનિયરિંગ સિદ્ધિનો સમાવેશ થાય છે.
ઈલેક્ટ્રિફિકેશનમાં રેલવે અગ્રેસર
જ્યારે ઈલેક્ટ્રિફિકેશનની વાત આવે છે ત્યારે રેલવે સ્પષ્ટ રીતે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. ભારતીય રેલવેના બ્રોડગેજ નેટવર્કના 99.2% ભાગનું ઈલેક્ટ્રિફિકેશન પૂરું થઈ ગયું છે, જેમાં 14 રેલવે ઝોન અને 25 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 ટકા ઈલેક્ટ્રિફાઈડ થઈ ચુક્યા છે. આ સિદ્ધિ દર્શાવે છે કે રેલવે ઈલેક્ટ્રિફિકશનમાં ભારતની મજબૂત સ્થિતિ બ્રિટન, રશિયા અને ચીન જેવા દેશો કરતાં ઘણી આગળ છે.
ગ્રીન એનર્જીનો વધતો ઉપયોગ
વર્ષ 2025માં રેલવેની સૌથી મોટી સિદ્ધિ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પ્રવેશ છે. હાલમાં 2,626 સ્ટેશનો સૌર ઉર્જાથી ચાલે છે. કુલ 898 મેગાવોટના સૌર પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના પરિણામે વીજળી ખર્ચ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
પૂર્વોત્તરમાં આવેલા આઈઝોલ રેલ્વે નેટવર્કનો લાભ મળ્યો
ઈશાનપૂર્વમાં રેલ્વે નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મિઝોરમમાં 51 કિલોમીટર લાંબી બૈરાબી-સૈરાંગ બ્રોડ-ગેજ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન સપ્ટેમ્બર 2025 માં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આઈઝોલને પ્રથમ વખત રાષ્ટ્રીય રેલ નકશામાં ઉમેરવામાં આવ્યું છે, જે રાજ્યને ઐતિહાસિક રેલ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ લાઇન, જે ખડકાળ પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે, તેમાં 45 ટનલ, 55 મુખ્ય પુલ અને 88 નાના પુલનો સમાવેશ થાય છે.
