Stock Market 7 February Updates, આજનું શેર બજાર: આજે આઈબીઆઈએ 0.25 બેસીસીનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં ઘડાડાની જાહેરાત સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે શરૂઆતમાં શેર બજારે તેજી સાથે શરૂઆત કરી હતી.પરંતુ થોડી જ વારમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં આવી ગયા હતા. સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 77856 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 59 પોઈન્ટના ઘટાડા સાથે 23540 પર કારોબાર કરી રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઘટ્યા
આજે પાવર ગ્રીડના શેર 1.51 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.18 ટકા, ટીસીએસ 0.55 ટકા, અદાણી પોર્ટ્સ 0.31 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.25 ટકા, એચસીએલ ટેક 0.21 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.15 ટકા અને મારુતિ સુઝુકીના શેર 0.02 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
ઝોમેટોના શેર વધ્યા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 1.76 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1.26 ટકા, બજાજ ફાઇનાન્સ 1.08 ટકા, ઝોમેટો 0.83 ટકા, ટાટા સ્ટીલ 0.60 ટકા, ટાટા મોટર્સ 0.58 ટકા, NTPC 0.51 ટકા, બજાજ ફિનસર્વ 0.43 ટકા, HDFC બેન્ક 0.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.31 ટકા, ટેક મહિન્દ્રા 0.28 ટકા, સન ફાર્મા 0.15 ટકા, ITC 0.12 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.09 ટકા, ટાઇટન 0.01 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 0.01 ટકાના વધારા સાથે ખુલ્યા હતા.
ગ્લોબલ માર્કેટની સ્થિતિ
ગુરુવારે અમેરિકાનું શેરબજાર મિશ્ર વલણ સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 125.65 પોઈન્ટ 44,747.63 પર બંધ થયો. જ્યારે S&P 500 22.09 પોઈન્ટ અથવા 0.36 ટકા વધીને 6,083.57 પર બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 99.66 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 19,791.99 પર બંધ થયો. એશિયાના બજારોમાં પણ ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો.
