Stock Market 4 February: શેર બજારમાં મજબૂતી, સેન્સેક્સ 719 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23500 ને પાર

સેન્સેક્સ 719 પોઈન્ટ ઉછળીને 77887 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 200 પોઈન્ટના વધારા સાથે 23562 પર ટ્રેડ થઈ રહ્યો છે. જાણો શેરની સ્થિતિ

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 04 Feb 2025 09:49 AM (IST)Updated: Tue, 04 Feb 2025 09:49 AM (IST)
india-stock-market-4-february-today-market-bse-nse-sensex-nifty-today-latest-update

Stock Market 4 February: બજેટ બાદ આજે શેર બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. સેન્સેક્સ 719 પોઈન્ટ ઉછળીને 77887 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 200 પોઈન્ટના વધારા સાથે 23562 પર ટ્રેડ થઈ રહ્યો છે.

હિંડાલ્કો, બીઈએલ, એમએન્ડએમ, ટાટા મોટર્સ, ઓએનજીસી, ઈન્ફોસિસ, એલએન્ડટી અને સિપ્લાના શેરમાં 1.60 થી 2.61 ટકા સુધી વધારો નોંધાયો છે. પાવર ગ્રિડ, બ્રિટાનિયા, એચયુએલ, નેસ્લે ઈન્ડિયા, ટ્રેન્ટ, આઈટીસી અને એચડીએફસી લાઈફના શેરમાં 0.46 થી 1.76 ટકા સુધી ઘટાડો નોંધાયો છે.

મિડકેપ શેરની સ્થિતિ
કેસ્ટ્રોલ, ક્રિસિલ, ઈન્ડિયન રિન્યૂ, સેન્ટ્રલ બેંક, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને થર્મેક્સના શેરમાં 1.23 થી 6.76 ટકા સુધી વધારો નોંધાયો છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ડાલમિયા ભારત, જુબિલન્ટ ફૂડ્ઝ અને એસ્ટ્રલના શેરમાં 0.03 થી 1.99 ટકા ઘટાડો નોંધાયો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ
રેમ્કો સિસ્ટમ, ગેટવે ડિસ્ટ્રીક, ઈઆઈએચ, કારબોરેન્ડમ, જિયોજીત ફાઈનાન્સ અને હિકલના શેરમાં 5.12 થી 19.74 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. વેલસ્પન એન્ટરપ્રાઈઝ, અરહિંત સુપર, નિયોજેન, ગ્રીનલિમ ઈન્ડસ્ટ્રીઝ, સુરજ એસ્ટેટ અને કિરિ ઈન્ડસ્ટ્રીઝના શેર 2.26 થી 5.27 ટકા સુધી તૂટ્યા છે.