9 years of PM Modi govt: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકારના 9 વર્ષ પૂરા થઈ ગયા છે. આ અવધિ દરમિયાન ભારતીય શેરબજારની કેવી યાત્રા રહી તે પર એક નજર કરશું. આ અવધિ દરમિયાન કોરોના મહામારીના ગાળામાં ભારતીય શેરબજારમાં ભારે અફરા-તફરીનો માહોલ પ્રવર્તતો જોવા મળેલો.
મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળમાં એટલે કે નવ વર્ષના સમય ગાળામાં રોકાણકારોને ખૂબ જ સારું વળતર મળી રહ્યું છે અને બેંચમાર્ક ઈન્ડેક્સે આશરે 150 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. આ ઉપરાંત ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થયેલી કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ આશરે ત્રણ ગણો વધારો થયો છે. આ અવધિ દરમિયાન રોકાણકારની સંપત્તિમાં રૂપિયા 20 લાખ કરોડનો ઉમેરો થયો છે.
માર્કેટ કેપિટલાઈઝેશન 3 ગણુ વધ્યું
મે, 2014થી મે,2023 દરમિયાન નિફ્ટી-50 માર્કેટ કેપિટલાઈઝન 3 ગણું વધીને રૂપિયા 28 લાખ કરોડ થયું છે. જ્યારે આ સમય ગાળા દરમિયાન માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 195 લાખ કરોડ વધ્યું છે.
FIIએ રૂપિયા 49.21 અબજ ડોલરનું જંગી રોકાણ કર્યું
વર્ષ 2014થી વર્ષ 2023 દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે FIIએ 49.21 અબજ ડોલરનું મોટાપાયે રોકાણ કર્યું છે. જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
શેરબજાર ક્યાંથી ક્યાં પહોંચ્યું
26 મે,2014ના રોજ સેન્સેક્સ 24,716.88 સ્તરે હતો અને નિફ્ટ-50 7359.05 પર હતો. આજે BSE સેન્સેક્સ 62,000ના સ્તરે છે જ્યારે નિફ્ટી પણ 19 હજારના સ્તરે છે. આ અવધી દરમિયાન શેરબજારમાં 6થી 7 ટકાનું વાર્ષિક ધોરણે વળતર આપ્યું છે.
વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બનશે
બજારના નિષ્ણાતોના મતે આગામી સમય પણ ભારતીય શેરબજાર માટે સારો સમય છે, વર્ષ 2027 સુધીમાં ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે. તે જર્મની તથા જાપાનને પાછળ છોડી દેશે.
9 વર્ષ દરમિયાન કયા સેક્ટરમાં કેટલી તેજી
વિવિધ સેક્ટરના નામ | 9 વર્ષની અવધિમાં વળતર (ટકામાં) |
NSE Auto | 115 |
NSE IT | 219 |
NSE FMCG | 176 |
NSE Bank | 190 |