IIMAના સર્વેમાં ખુલાસો: નાના શહેરો મહાનગરો કરતાં ઓનલાઇન શોપિંગ પર 77% વધુ ખર્ચ કરે છે

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Tue, 28 Mar 2023 09:29 AM (IST)Updated: Tue, 28 Mar 2023 09:29 AM (IST)
iima-survey-reveals-that-small-towns-spend-77-more-on-online-shopping-than-metros

IIMA Survey: મોટા મહાનગરોના લોકો કરતા નાના શહેરોના લોકોએ ઓનલાઈન શોપિંગ પર 77 ટકા વધુ પૈસા ખર્ચ્યા છે. લગભગ એક તૃતીયાંશ લોકો દર બીજા અને ત્રીજા દિવસે ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પર સમય પસાર કરે છે. નાના શહેરોમાં ટાયર 2 થી 4 લોકો અને મહાનગરોમાં ટાયર 1 લોકો સામેલ કરવામાં આવ્યાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) દ્વારા સોમવારે જાહેર કરાયેલ ડિજિટલ રિટેલ પ્લેટફોર્મ્સ અને કન્ઝ્યુમર ઇમોશન એન ઇન્ડિયન પરસ્પેક્ટિવ સર્વે રિપોર્ટમાં આ હકીકત બહાર આવી છે. આ સર્વે મેથી સપ્ટેમ્બર 2022 દરમિયાન કરવામાં આવ્યો હતો.

72 ટકા લોકોએ કોરોના મહામારી દરમિયાન અને પછી ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું
IIMAના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (સીડીટી)ના પ્રમુખ પ્રો. પંકજ સેતિયા, ઇન્ફોર્મેશન સિસ્ટમના આસિસ્ટન્ટ પ્રોફેસર. સ્વાનંદ દેવધર અને સીડીટી રિસર્ચ મેનેજર ઉજ્જવલ દધીચી તરફથી તૈયાર કરાયેલ રિસર્ચમાં મહિલાઓએ કપડાની ફેશન પ્રોડક્ટ્સ ખરીદી હતી જ્યારે પુરુષોએ વધુ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ ખરીદી હતી. 72 ટકા લોકોએ કોરોના મહામારી દરમિયાન અને પછી ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું હતું.

મોટા ભાગની ઓનલાઈન શોપિંગ 10 હજારથી ઓછી
આ સર્વે રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગ્રાહક ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતી વખતે સરેરાશ 34-35 મિનિટનો સમય વિતાવે છે. છેલ્લા એકથી ત્રણ વર્ષમાં 72 ટકા લોકોએ ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું છે, જે દર્શાવે છે કે કોરોના મહામારી પછી લોકોનો ઓનલાઈન શોપિંગ તરફનો ઝોક વધ્યો છે. 90% ગ્રાહકોએ તેમની છેલ્લી ઓનલાઈન ખરીદી પર રૂ. 10,000 કરતા ઓછો ખર્ચ કર્યો હતો.

ઉપભોક્તા ખરીદી કરતા પહેલા ઘણી વેબસાઇટ્સ પર ઉત્પાદન સંબંધિત માહિતી લે છે. તેને લગતી રિવ્યૂઝ વાંચી અને પછી ખરીદે છે, જ્યારે 60 વર્ષથી ઉપરના ગ્રાહકો એક જ પ્લેટફોર્મ પરથી ખરીદી કરે છે.

વૃદ્ધ ગ્રાહકો પણ ઓનલાઈન ખરીદી કરે છે
મહિલાઓની સરખામણીમાં પુરુષોએ ઓનલાઈન શોપિંગ પર 36 ટકા વધુ ખર્ચ કર્યો છે. જે ઉપભોક્તાઓ ઓનલાઈન શોપિંગ પર સૌથી વધુ ખર્ચ કરે છે તેઓ 35 વર્ષથી વધુ ઉંમરના છે. તેઓએ રૂ. 10,000થી વધુનો ખર્ચ કર્યો, જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રૂ. 1,500 ખર્ચ્યા. આ દર્શાવે છે કે વૃદ્ધ ગ્રાહકો પણ ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.

સ્ત્રીઓ ડિલિવરી સમય પર ધ્યાન આપે છે
સર્વેમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ ઓનલાઈન ખરીદી કરતી વખતે પ્રોડક્ટ ડિલિવરી સમય અને રિટર્ન પોલિસી પર વધુ ધ્યાન આપે છે જ્યારે પુરુષો પ્રોડક્ટની ગુણવત્તા, EMI વિકલ્પો અને ઓનલાઈન ભલામણો પર વધુ ધ્યાન આપે છે.