Hyundai Exter Launch Date In India: સાઉથ કોરિયાની કાર મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઇ (Hyundai) ભારતીય માર્કેટમાં નવી SUVને લોન્ચ કરશે. આ અંગે કંપનીએ જાહેરાત કરી છે. ત્યારે અમે તમને હ્યુન્ડાઇની આ નવી કાર કેવી હશે અને તેમાં શું-શું ખાસ ફીચર્સ સહિત કિંમત વિશે તમને જણાવીએ.
હ્યુન્ડાઈ દ્વારા ભારતીય માર્કેટમાં નવી SUV એક્સટરને લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, SUV 10 જુલાઈએ ભારતીય માર્કેટમાં લોન્ચ કરાશે. આ SUVને કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં લોન્ચ કરાશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હ્યુન્ડાઈ એક્સટરમાં ઘણાં સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં વોઇસ એનેબલ્ડ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરુફ, ડેશકેમની સાથે ડ્યુઅલ કેમેરા પણ હશે. જેમાં 5.84 સેમીની સ્ક્રીન પણ મળશે. તેમાં સ્માર્ટફોન એપ બેસ્ડ કનેક્ટિવિટી હશે અને મલ્ટીપલ રેકોર્ડિંગ મોડ્સ પણ મળશે.
કંપની તરફથી નવી SUVના ત્રણ પાવરટ્રેનના ઓપ્શન સાથે લોન્ચ કરાશે. 1.2 લીટરનું કાપા પેટ્રોલ એન્જિન પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને સ્માર્ટ ઓટો એએમટીની સાથે આ એન્જિન ઇથેનોલ 20 કમ્પલાઇન્ટ હશે. આ ઉપરાંત SUVને CNG સાથે પણ લોન્ચ કરાશે. તેમાં 1.2 લીટનું બાઇ ફ્યૂલ કાપા પેટ્રોલ અને CNG એન્જિન સાથે પાંચ સ્પીડનું મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. આ ઉપરાંત તેમાં એસ સિગ્નેચરવાળી LED DRL, ડાયમંડ કટ એલોય વ્હીલસ જેવા ફીચર્સ મળશે. આ સાથે જ SUVમાં 10 ઇંચથી મોટી ઇન્ફોટેનમેનટ ટચસ્ક્રીન, એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓટો, એમ્બિયન્ટ લાઇટ, સનરુફ, રિઅર એસી વેન્ટ્સ, એબીએસ, ઇબીડી, એરબેગ, એસએસએ અને ટીપીએમએસ જેવા ફીચર્સ પણ આવામાં આવશે.
સાઉથ કોરિયાની કાર મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઈ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ નવી SUV Hyundai Exterમાં ઘણાં સારા સેફ્ટી ફીચર્સ આપવામાં આવશે. જેને લીધે તે વધુ સુરક્ષિત થશે. કંપનીએ જણાવ્યા મુજબ કારમાં 40 એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપવામાં આવશે. તેમાંથી 26 ફીચર્સ એવા હશે જેને SUVના દરેક વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવશે. Hyundai Exterમાં સેફ્ટી ફીચર્સ તરીકે કેટલાક એવા ફીચર્સ હશે જે આ સેગમેન્ટમાં પહેલીવાર મળશે. તેમાં ઇએસસી,વીએસએમ, એચએસી અને ટીપીએમએસ જેવા ફીચર્સ હશે. આ સાથે જ SUVમાં થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ, દરેક સીટ માટે સીટ બેલ્ટ રિમાઇન્ડર, કીલેસ એન્ટ્રી, એબીએસ, ઇબીડી, રિઅર પાર્કિંગ સેન્સર, ઈએસએસ, બર્ગલર એલાર્મ. એસ્કોર્ટ ફંક્શન, ઓટો હેડલેમ્પ, આઈસોફિક્સ ચાઇલ્ડ એન્કર અને રિઅર ડિફોગર જેવા સેફ્ટી ફીચર્સ હશે.
હ્યુન્ડાઈએ લોન્ચિંગ પહેલાં નવી Hyundai Exter માટે બુકિંગ શરૂ કરી દીધનં છે. કંપની તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ SUVન 11 હજાર રૂપિયામાં ઓનલાઇન અથવા ઓફલાઇન મોડમાં ડીલરશિપ દ્વારા બુક કરાવી શકાય છે. કંપની દ્વારા અત્યારે કારની કિંમત અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. કંપની આ કાર 6થી 10 લાખ રૂપિયામાં લોન્ચ કરી શકે છે.