Jio Platforms IPO Allotment:જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ(Jio Platforms IPO)માં રોકાણ કરનારા માટે શેર એલોટમેન્ટ અંગે ટૂંક સમયમાં મહત્વનું અપડેટ સામે આવી શકે છે. રૂપિયા 30,213 કરોડના પ્રારંભિક જાહેર ભરણા(IPO)ને શાનદાર પ્રતિભાવ મળ્યો છે. આ માટે આશરે રૂપિયા 7.4 લાખ કરોડની બિડ પ્રાપ્ત થઈ છે. IPO કૂલ 22.19 ગણો છલકાયો છે. IPO માટે બિડની પ્રક્રિયા 23 ઓક્ટોબરના રોજ પૂરી થઈ ગઈ છે અને હવે આજે એટલે કે 26 ઓક્ટોબરના રો શેર એલોટમેન્ટને આખરી સ્વરૂપ આપવામાં આવી શકે છે. રોકાણકારો ઓનલાઈન ચેક કરી શકે છે કે તેમને Jio Platformsના શેર મળ્યા છે કે નહીં.
JIO IPOનું એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે તપાસશો
રોકાણકારો Jio Platforms IPOમાં એલોટમેન્ટ સ્ટેટસ કેફિન ટેકનોલોજીસની અધિકૃત વેબસાઈટ પર જઈને તપાસી શકે છે. આ ઉપરાંત NSE અને BSEની વેબસાઈટ પર પણ એલોટમેન્ટ અંગે માહિતી મેળવી શકે છે.
- કેફિન ટેકનોલોજીની વેબસાઈટ પર આ રીતે તપાસ કરો
- સૌથી પહેલા kfintech વેબસાઈટ પર જાઓ.
- કંપનીના નામમાં Jio Platforms Limited પસંદ કરો.
- હવે PAN નંબર અથવા એપ્લિકેશન નંબર મારફતે સ્ટેટસ તપાસ કરવાના વિકલ્પને પસંદ કરો
- પસંદ કરવામાં આવેલ વિકલ્પ પ્રમાણે જરૂરી માહિતી ભરો
- માહિતી એકત્રિત કરો. ત્યારબાદ Jio Platforms IPOના એલોટમેન્ટ સ્ટેટસ જોવા મળશે.
Jio Platforms IPO પ્રાઈઝ બેન્ડ રૂપિયા 1,065થી રૂપિયા 1,119 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. પ્રાઈઝ બેન્ડનો અર્થ છે કે રોકાણકાર પ્રાઇસ બેન્ડનો અર્થ એ છે કે રોકાણકારો IPOમાં નિયત પ્રાઇસ રેન્જમાં શેર માટે બિડ લગાવી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પર પ્રતિ શેર રૂપિયા 1,119 પર Jio પ્લેટફોર્મ્સનું મૂલ્ય આશરે રૂપિયા 10.3 લાખ કરોડ આંકવામાં આવે છે. આ મૂલ્યના આધારે કંપની ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી એક છે.
28 ઓક્ટોબરે શેરબજારનું લિસ્ટિંગ
28 ઓક્ટોબર બુધવારના રોજ NSE અને BSE પર Jio પ્લેટફોર્મના શેર લિસ્ટ થવાનું છે. એલોટમેન્ટ પૂરૂં થયા પછી 27 ઓક્ટોબર મંગળવારના રોજ સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા થવાની અપેક્ષા છે. ડીમેટ ખાતું એ એક ખાતું છે જેમાં રોકાણકારોના શેર ઇલેક્ટ્રોનિક રીતે રાખવામાં આવે છે.
