Hindustan Copper Share Price: ભારતીય શેરબજારમાં અત્યારે મેટલ સેક્ટર ખૂબ ચર્ચામાં છે. સરકાર હસ્તકની અગ્રણી હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL)ના શેરોએ રોકાણકારોને ચોંકાવી દીધા છે. વૈશ્વિકસ્તરે કોપરની વધતી કિંમત વચ્ચે રોકાણકારોને શાનદાર ફાયદો થઈ રહ્યો છે. માત્ર ચાર મહિનામાં જ કંપનીનું બજાર મૂડીકરણમાં બે ગણું વધી ગયું છે.
સોમવારે એટલે કે 29મી ડિસેમ્બર 2025ના રોજ કંપનીના શેરમાં ઈન્ટ્રા-ડેમાં આશરે 15 ટકાની તોફાની તેજી જોવા મળી છે. ઈન્ટ્રા-ડેમાં કંપનીના શેરનો ભાવ ઈન્ટ્રા-ડેમાં રૂપિયા 542.95 રહ્યો હતો. જે છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી હતી. જોકે બજાર કામકાજને અંતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 12.25 એટલે કે 2.58 ટકા ઉછળી રૂપિયા 487.85 રહ્યો હતો.
આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે કંપનીના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 545.95 અને ઈન્ટ્રા-ડે લો રૂપિયા 475.60 બોલાઈ છેલ્લે રૂપિયા 12.25 એટલે કે 2.58 ટકા ઉછળી રૂપિયા 487.85 રહ્યો હતો. છેલ્લા 52 સપ્તાહની નીચી સપાટી રૂપિયા 183.82 અને છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 545.95 રહ્યો હતો.
PSU કંપની હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા ખૂબ જ સારું પર્ફોમન્સ રજૂ કર્યું છે અને તે રોકાણકારો માટે લોટરીથી કમ નથી. છેલ્લા એક સપ્તાહમાં આ કંપનીના શેરોમાં આશરે 37 ટકાની તોફાની તેજી જોવા મળી છે. ખૂબ જ ઓછા સમયમાં તે રોકાણકારો માટે મલ્ટીબેગર શેર સાબિત થયો છે.
8 મહિનામાં 3 ગણો ગ્રોથ
ઓગસ્ટ 2025માં આ શેરનો ભાવ રૂપિયા 230 આજુબાજુ કામકાજ કરતો હતો. એપ્રિલ 2025માં રૂપિયા 183.90ના છેલ્લા નીચી સપાટી હતી. એટલે કે આઠ મહિનામાં આ શેર તેના મૂલ્યના 3 ગણા વધી ગયા છે.
શું કહે છે બજારના નિષ્ણાત
હિન્દુસ્તાન કોપરના શેરોમાં તાજેતરમાં જે તેજી આવી છે તેને જોતા ટૂંકા ગાળા માટે આ નફો બુક કરવાની સલાહ આપે છે, ટ્રેલિંગ સ્ટોપ-લોસ કરવાની સલાહ આપે છે.
