US H1-B Visa Crisis: અમેરિકાની નવી વીઝા નીતિ અને દૂતાવાસો દ્વારા ઓચિંતા જ અપોઇન્ટમેન્ટ રદ્દ કરવામાં આવતા હજારોની સંખ્યામાં ભારતીય સોફ્ટવેર એન્જીનિયર અને પ્રોફેશનલ્સ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.
ડિસેમ્બર મહિનામાં જે લોકો રજામાં આવ્યા હતા અથવા પોતાના વીઝા સ્ટેંપિંગ માટે ભારત આવેલા તેમણે હવે અમેરિકાના દૂતાવાસે કેટલાક મહિનાઓ બાદની તારીખો આપી છે. આ અનિશ્ચિતતાને જોતા વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google)એ તેના કર્મચારીઓને એડવાઈઝરી ઈશ્યુ કરી તેને ઈન્ટરનેશનલ જર્ની નહીં કરવા સલાહ આપી છે.
શું છે પૂરી ઘટના
અહેવાલ પ્રમાણે 15થી 16 ડિસેમ્બર 2025 દરમિયાન જે લોકોએ વીઝા અપોઇન્ટમેન્ટ નક્કી કરી હતી તેમને કોઈ જ સૂચના વગર રદ્દ કરી દેવામાં આવી છે. અંદાજ છે કે મોટી સંખ્યામાં ભારતીય આ નિર્ણયથી પ્રભાવિત થયા છે. રદ્દ કરવામાં આવેલ અપોઇન્ટમેન્ટની નવી તારીખો કેટલાક મહિના બાદની મળી છે.
જેથી લોકોની નોકરીઓ પર સંકટ આવી ગયું છે. ગુગલ દર વર્ષે આશરે 1000 H-1B વીઝા પર કર્મચારીની નિમણૂંક કરે છે. કંપનીએ પોતાના મેમોમાં કહ્યું છે કે અમેરિકાની બહાર ફસાવાનું જોખમ ખૂબ જ છે, માટે કર્મચારી અત્યારે યાત્રા ટાળે.
ટ્રમ્પ વહિવટીતંત્રની કડક નીતિ
- આ સંકટ અમેરિકાની વ્યાપાર એન્ટ્રી-ઈમિગ્રેશન (અપ્રવાસી વિરોધી) નીતિનો હિસ્સો માનવામાં આવે છે
- 70 ટકા ભારતીયઃ H-1B વીઝા મેળવનારામાં 70 ટકાથી વધારે ભારતીય હોય છે,માટે આ નીતિની સૌથી મોટી અસર ભારત પર થઈ શકે છે.
- મોટા પ્રમાણમાં ફીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રએ તાજેતરમાં નવા H-1B વિઝા પર 1 લાખ ડોલરનો અસહ્ય ચાર્જીસ લાગૂ કર્યો છે
- સૌથી મોટી અવ્યવસ્થા: ઇમિગ્રેશન વકીલો કહે છે કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ પરિસ્થિતિ છે. કોઈ માહિતી વગર અપોઇન્ટમેન્ટ રદ્દ થવાથી કર્મચારીઓ ઉપરાંત અમેરિકાની ટેક કંપનીઓ પણ ભારે દબાણમાં છે.
