Excellent Return From Yellow Metal: નાણાંકીય વર્ષ 2023માં સોનાએ બડલ ડિજીટમાં વૃદ્ધિ નોંધાવી છે. શેરબજારમાં પ્રવર્તિ રહેલી અનિશ્ચિતતા વચ્ચે મજબૂત વળતર આપવા માટે સોનું સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે રોકાણકારો માટે પસંદગીનું બની ગયું હતું. નાણાકીય વર્ષ 2023માં સેન્સેક્સ અને નિફ્ટીએ એકંદરે સામાન્યથી નકારાત્મક વળતર આપ્યું છે.
અર્થતંત્રમાં વ્યાપી રહેલી પ્રતિકૂળ અસર વચ્ચે સોનાએ એકંદરે વાર્ષિક ધોરણે 15 ટકા વળતર આપ્યું છે. આ સાથે નાણાકીય વર્ષ 2024 પણ એકંદરે રોકાણકારો માટે બુલિયન માર્કેટ ખૂબ જ સારું નિવડ્યું છે અને નિષ્ણાતોના મતે તે 15 ટકાથી 20 ટકા વચ્ચે વળતર આપી શકે છે. નાણાકીય વર્ષ 2024માં તે નવી સપાટી પર જોવા મળી શકે છે.
ગયા સપ્તાહમાં 31મી માર્ચના રોજ MCX ગોલ્ડ ફ્યુચર્સ કે જે 5 જૂનના રોજ મેચ્યોર થાય છે તે 10 ગ્રામમાં રૂપિયા 295 અથવા 0.49 ટકા રૂપિયા 59,600 રહ્યો હતો. જોકે તે રૂપિયા 60,065 સુધી વધ્યો હતો.
શું કહે છે નિષ્ણાતો
નિષ્ણાતોના મતે ઘરેલુ બજારોમાં નાણાકીય વર્ષ 2023 દરમિયાન સોનાની કિંમત રૂપિયા 52,000થી વધીને રૂપિયા 60,000 થઈ છે, જે અન્ય એસેટ ક્લાસની તુલનામાં 15 ટકા વધારે વળતર આપ્યું છે. નાણાકીય વર્ષ 2023માં નિફ્ટીએ એકંદરે નકારાત્મક વળતર આપ્યું છે.
ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે વૈશ્વિકસ્તરે ફુગાવાની સ્થિતિએ ચિંતા ઉપજાવતા તથા આર્થિક મોરચે તરલતાને શોષવા વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા તેમના ચાવરૂપ વ્યાજદરોમાં વધારો કર્યો છે.
સુરક્ષાની દ્રષ્ટિએ તેમ જ ફુગાવાજન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને સોનુ આગામી દિવસોમાં પણ એકંદરે હકારાત્મક વળતર પૂરું પાડી શકે છે. નવા શરૂ થયેલા નાણાંકીય વર્ષ 2024માં પણ તે 10-15 ટકા વળતર આપી શકે છે.