Gold Silver Price 2026:વર્ષ 2025 સોના અને ચાંદી માટે શાનદાર સાબિત થયું છે. બન્ને કિંમતી ધાતુએ રોકાણકારોને અસાધારણ વળતર આપ્યું છે. આ વર્ષે ચાંદી 132 ટકા ઉછળી છે. જ્યારે સોનું પમ 65 ટકા તેજી નોંધાવી ચુક્યું છે. બન્ને ધાતુમાં આ ઉછાળો મજબૂત રોકાણ માંગ અને પુરવઠાના અભાવને લીધે આવ્યો છે.
હવે જો વાત વર્ષ 2026ની કરવામાં આવે તો આ વર્ષે પણ તેજીના સંકેત જોવા મળે છે. જોકે તે અનેક કારણો પર નિર્ભર રહેશે.
વર્ષ 2025માં સોનાએ વિશ્વભરમાં અને ભારતમાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 4,370 ડોલરથી ઉપર છે. ચાંદી પણ 60 ડોલર પ્રતિ ઔંસના લેવલથી ઉપર છે. આ એક અભૂતપૂર્વ ઊંચાઈ કહી શકાય છે. આ એટલા માટે કારણ કે રોકાણકાર સોના તરફ દોડ લગાવી રહ્યા છે. તેની પાછળ અનેક કારણ હતા. મધ્યસ્થ બેન્કોનું વલણ, ભૂ-રાજકિય તણાવ તથા સુરક્ષિત રોકાણની શોધમાં માંગ.
વર્ષ 2026માં સોના-ચાંદીની કિંમત
જો વૈશ્વિક પરિસ્થિતિ યથાવત સ્થિતિમાં જળવાઈ રહેશે એટલે કે ફુગાવામાં ઘટાડો,કેન્દ્રીય બેન્કોની સાવધાની અને સતત ભૂરાજકિય ચિંતાના સંજોગોમાં સોનાની કિંમતમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ શકે છે. જોખમ વધે છે તો સોનાની કિંમત વધી શકે છે. મધ્ય પૂર્વમાં તણાવ, વ્યાપાર સંબંધોમાં સમસ્યા જેવી બાબતો સોના ચાંદીની કિંમતોને અસર કરી શકે છે.
સોના અને ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા?
MCX પર અને મુખ્ય શહેરોના છૂટક બજારોમાં સોનાના ભાવ ₹1.33 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયા છે. તેનું કારણ નબળો રૂપિયા, ઊંચી આયાત જકાત અને લગ્નની મોસમ દરમિયાન મજબૂત ખરીદી જેવા પરિબળો હતા.
સોનાના ભાવમાં આ બેવડો ઉછાળો દર્શાવે છે કે સોનું અનિશ્ચિતતા સામે ઉત્તમ હેજ છે. મોટા આર્થિક ફેરફારો અને સ્થાનિક પરિબળો બંનેને કારણે તે મજબૂત બને છે. ચાંદીના ભાવ પણ ₹2 લાખ પ્રતિ કિલોને વટાવી ગયા છે.
