OPEN IN APP

Gold Silver Price: શેરબજારોમાં મંદી વચ્ચે બુલિયન માર્કેટમાં આકર્ષણ વધ્યું, સોનું 1,400 ઉછળી 60,000ને પાર, ચાંદી રૂપિયા 1,860 વધી

By: Nilesh Zinzuwadia   |   Updated: Tue 21 Mar 2023 07:27 AM (IST)
gold-silver-price-today-20-march-2023-goldprice-record-high-check-latest-rates-106783

Gold Silver Price 20 March 2023: વિશ્વભરના શેરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે સોનાના તેજીની આગેકૂચ જોવા મળી છે, રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 1,400 વધીને રૂપિયા 60,000ની સપાટીને કૂદાવી ગયા છે. ચાંદી પણ કિલોના ભાવ રૂપિયા 1,860 ઉછળી રૂપિયા 69,340 બોલાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઔંસ દીઠ 2,000 ડોલરને પાર થઈ ગયુ છે. જ્યારે ચાંદી ફરી વખત ઔંસદીઠ 22 ડોલરને પાર થઈ ગઈ છે.

બેન્કિંગ સેક્ટરમાં સર્જાયેલી કટોકટીની સ્થિતિ વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના તરફ વળતા ભાવોમાં તેજીનો માહોલ જોવા મળે છે. આ સાથે વૈશ્વિક બજારોમાં સોનામાં સાપ્તાહિક ધોરણે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે માર્ચ,2020 બાદ સોનામાં સાપ્તાહિત ધોરણે સૌથી મોટો 6.5 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

બીજી બાજુ અમદાવાદ ખાતે સોનાના ભાવમાં ગયા સપ્તાહમાં ભારે તેજી બાદ આજે ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. સોનું (99.9) રૂપિયા 300 ઘટી રૂપિયા 61,000 જ્યારે સોનું (99.5) રૂપિયા 300 ઘટી રૂપિયા 60,800 રહ્યું હતું. જોકે ચાંદીના ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 68,500 રહ્યા હતા.

અમદાવાદ ખાતે સોનાનો ભાવ(પ્રતિ 10 ગ્રામ)

તારીખ24 કેરેટ સોનું(10 ગ્રામ)22 કેરેટ સોનું(10 ગ્રામ)
20 માર્ચ61,00060,800
18 માર્ચ61,30060,300
17 માર્ચ60,10059,900
16 માર્ચ60,10059,900
15 માર્ચ59,60059,400

અમદાવાદ ખાતે ચાંદીનો ભાવ

તારીખચાંદીનો ભાવ(પ્રતિ કિલો)
20 માર્ચ68,500
18 માર્ચ69,000
17 માર્ચ67,500
16 માર્ચ67,500
15 માર્ચ67,500

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.