Gold Price: ફેડરલ રિઝર્વના નિર્ણય અગાઉ સોનામાં આવ્યો ઉછાળો, ગોલ્ડ એક ઝાટકે રૂપિયા 2600 મોંઘુ થયું

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા પ્રમાણે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂપિયા 2,600 વધીને રૂપિયા 1,23,800 પ્રતિ 10 ગ્રામ (કરવેરા સહિત) થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 29 Oct 2025 08:10 PM (IST)Updated: Wed, 29 Oct 2025 08:10 PM (IST)
gold-prices-rebound-sharply-by-rs-2600-to-hit-rs-1-24-lakh-per-10g-ahead-of-us-fed-decision

Gold Price: સોનું ફરી એકવાર ચમક્યું છે. ફેડરલ રિઝર્વની નીતિ બેઠક અગાઉ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છ. બુધવારે, 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2,600નો વધારો થયો હતો, જે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

સોનાનો ભાવ
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા પ્રમાણે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂપિયા 2,600 વધીને રૂપિયા 1,23,800 પ્રતિ 10 ગ્રામ (કરવેરા સહિત) થયો છે. મંગળવારે તેનો ભાવ રૂપિયા 1,21,200 પ્રતિ 10 ગ્રામ હતો. દરમિયાન 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂપિયા 1,21,800 થી વધીને રૂપિયા 1,24,400 પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદી પણ ચમકી, રૂપિયા 6,700નો ઉછાળો
ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવ રૂપિયા 6,700 વધીને રૂપિયા 1,51,700 પ્રતિ કિલો થયા છે. ચાંદીનો ભાવ રૂપિયા 6,700 વધીને રૂપિયા 1,51,700 પ્રતિ કિલો થઈ ગયો છે. મંગળવારે તે રૂપિયા 1,45,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. નિષ્ણાતો સોના અને ચાંદીના ભાવમાં વધારા માટે મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને સલામત રોકાણોની વધતી માંગને જવાબદાર ગણાવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની ચમક
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ વધ્યા છે. સ્પોટ ગોલ્ડ 77.26 ડોલર એટલે કે આશરે 1.95% વધીને 4,029.53 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. ત્રણ દિવસના ઘટાડા પછી આ સૌથી મજબૂત સુધારો હતો.ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠક પહેલા રોકાણકારો સોનામાં નવેસરથી રસ દાખવી રહ્યા છે. હાલમાં સોનાએ 4,000 ડોલરની મનોવૈજ્ઞાનિક સ્તરને પાછું મેળવ્યું છે.

રોકાણકારો માટે સંકેતો
ડોલર ઇન્ડેક્સમાં થોડો વધારો થવા છતાં ફેડ દ્વારા દર ઘટાડા અને યુએસ-ચીન વેપાર તણાવ ઓછો થવાના સંકેતોએ સોનાને નવી શક્તિ આપી છે. વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતામાં સોનું ફરી એકવાર રોકાણકારો માટે સૌથી વિશ્વસનીય સંપત્તિ તરીકે ઉભરી રહ્યું છે.