OPEN IN APP

Go Firstની ફ્લાઈટ્સ પર લાગી 30 મે સુધી બ્રેક, રિફંડ અંગે કંપનીએ કહી આ વાત

By: Manan Vaya   |   Sat 27 May 2023 10:53 AM (IST)
go-first-flights-until-30th-may-2023-are-cancelled-due-to-operational-reasons-137169

Go First Insolvency: સ્થાનિક એરલાઇન કંપની ગો ફર્સ્ટની ફ્લાઇટ્સ 30 મે સુધી સ્થગિત રહેશે. કંપનીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. 2 મેના રોજ, GoFirstએ નાદારી માટે અરજી કરી. ત્યારબાદ કંપનીએ 2 દિવસ માટે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગો ફર્સ્ટ જૂની ગો એર હતી.

કંપનીએ મોડી રાત્રે ટ્વીટ કર્યું, “ઓપરેશનલ કારણોસર, GoFirst ફ્લાઇટ્સ 30 મે, 2023 સુધી રદ કરવામાં આવી છે. અસુવિધા બદલ માફી." કંપનીએ કહ્યું છે કે, ટૂંક સમયમાં જ મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

તાજેતરમાં, ઉડ્ડયન નિયમનકાર DGCA એ એરલાઇન કંપની GoFirstને તેની કામગીરી ફરી શરૂ કરવાની યોજના શેર કરવા જણાવ્યું છે. આ પ્લાનમાં પ્લેન અને પાયલટની ઉપલબ્ધતાની વિગતો પણ આપવાની રહેશે. તમને જણાવી દઈએ કે, DGCAએ GoFirstને પ્લાન સબમિટ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે.

કંપની દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં બુકિંગ ફરી શરૂ કરવામાં આવશે. તાજેતરમાં, એનસીએલટી દ્વારા એનસીએલટીના નિર્ણયને સાચો જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગો-ફર્સ્ટની સમસ્યા એવા સમયે સામે આવી છે જ્યારે ઉડ્ડયન ક્ષેત્ર તેજીમાં છે. મુસાફરોની સંખ્યા કોવિડ પહેલાના સ્તરને વટાવી ગઈ છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.