ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ FSSAIની મોટી કાર્યવાહી, ડૉ. રેડ્ડીઝ, નેસ્લે, એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ

પ્રોટીન અને મસલ સ્ટ્રેન્થના નામે ગ્રાહકોને ભ્રમિત કરવા બદલ FSSAIએ ડૉ. રેડ્ડીઝ, નેસ્લે હેલ્થ સાયન્સ, એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ ફટકારી છે. જાણો વિગતવાર માહિતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Oct 2026 11:36 PM (IST)Updated: Thu, 08 Oct 2026 11:36 PM (IST)
fssai-notices-dr-reddys-nestle-amazon-for-misleading-claims

FSSAI Notices: દેશની ફૂડ સેફ્ટી રેગ્યુલેટર સંસ્થા FSSAI (Food Safety and Standards Authority of India) એ હેલ્થ સપ્લીમેન્ટ્સ અને પ્રોટીન પ્રોડક્ટ્સના પ્રમોશનમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ મોટી બ્રાન્ડ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. FSSAI દ્વારા ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr Reddy's), નેસ્લે હેલ્થ સાયન્સ (Nestle Health Science), તિરૂપતિ વેલનેસ ઉપરાંત અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipkart) અને નેટમેડ્સ (Netmeds) ને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતી પ્રોડક્ટ્સના પેકિંગ પર મસલ સ્ટ્રેન્થ (સ્નાયુઓની મજબૂતાઈ), ઈમ્યુનિટી સપોર્ટ (રોગપ્રતિકારક શક્તિ) અને એનર્જી મેટાબોલિઝમને લઈને દાવા કરવામાં આવ્યા હતા. આ દાવાઓ એવા પ્રકારે રજૂ કરવામાં આવ્યા હતા કે સામાન્ય ગ્રાહકો પ્રોડક્ટ્સના અસલી સ્વાસ્થ્ય લાભો વિશે ભ્રમિત થઈ શકે.

ખાસ કરીને, ડૉ. રેડ્ડીઝના કેટલાક પ્રોડક્ટ્સ (જેવા કે Celevida GLP+) અને તેના માર્કેટિંગ દાવાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે તે વિશેષ ચિકિત્સીય સ્થિતિઓ સાથે ખોટી રીતે જોડાઈને પ્રમોટ કરવામાં આવી રહ્યા હતા.

 

કંપનીઓએ આપવો પડશે ખુલાસો

FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે જો આ કંપનીઓ યોગ્ય અને સંતોષકારક ખુલાસો નહીં આપે, તો તેમની સામે કાયદેસરની કડક નિયમનકારી કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે ભારપૂર્વક જણાવ્યું છે કે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અને માર્કેટમાં ખોટા કે ભ્રામક દાવાઓ રોકવા માટે આ કડક પગલાં લેવા જરૂરી બન્યા હતા.