US Fed Rate Decision:મોંઘવારીની ચિંતા વચ્ચે US ફેડરલ રિઝર્વએ વ્યાજ દરો યથાવત રાખ્યા, જાણો આ 3 કારણ

અમેરિકાની ફેડરલ રિઝર્વએ તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યાં નથી. ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોને 3.75-4 ટકા રેન્જમાં યથાવત રાખ્યા છે. જ્યારે અમેરિકામાં મોંઘવારી હવે મધ્યસ્થ બેન્કના 2 ટકાના લક્ષ્યાંકથી ઉંપર છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 11:27 AM (IST)Updated: Thu, 29 Oct 2026 11:27 AM (IST)
for-what-reasons-did-the-us-federal-reserve-keep-interest-rates-unchanged

US Fed Rate Decision:અમેરિકાની ફેડરલ રિઝર્વએ તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યાં નથી. ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોને 3.75-4 ટકા રેન્જમાં યથાવત રાખ્યા છે. જ્યારે અમેરિકામાં મોંઘવારી હવે મધ્યસ્થ બેન્કના 2 ટકાના લક્ષ્યાંકથી ઉંપર છે.

ફેડરલે આ અગાઉ સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ વધારો થયો હતો. હવે પ્રશ્ન છે કે મોંઘવારી સતત ઊંચા સ્તર પર યથાવત હોવા છતાં ફરી વખત ફેડરલ દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મોંઘવારી અને આંકડાની રાહ

ફેડરલ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તેની પાછળ મોટું કારણ મોંઘવારીને લગતા આંકડાની રાહ જોવામાં આવી રહી છે. જોકે નીતિગત વ્યાજ દરોને લઈ નિર્ણય કરતાં પહેલા મોંઘવારી, રોજગારી અને આર્થિક ગ્રોથ સાથે સંકળાયેલ નવા આંકડાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.

ફેડરલ રિઝર્વના અનેક અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન સમયમાં વ્યાજ દરો અગાઉથી જ આર્થિક પ્રવૃત્તિઓને લઈ દબાણ કરી રહેલ છે. આ સંજોગોમાં મધ્યસ્થ બેન્કનું આ પગલું અગાઉથી જોવું જોઈએ કે મોંઘવારીની ઝડપ અને અર્થવ્યવસ્થાની સ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે.

અમેરિકાના અર્થતંત્રની મજબૂત સ્થિતિ

વ્યાજ દરોની સ્થિતિને બીજી મોટી અમેરિકી અર્થવ્યવસ્થાની મજબૂતી છે. ફેડરલ રિઝર્વએ તેના નિવેદનમાં આર્થિક પ્રવૃત્તિઓનું આંકલન વધારે સારી સ્થિતિમાં કરતાં કહ્યું કે અર્થતંત્ર મજબૂત ઝડપથી આગળ વધી રહ્યું છે. અમેરિકામાં ગ્રાહક ખર્ચ મજબૂત છે અને બેરોજગારી દર ઓછો છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) સાથે સંકળાયેલ સેક્ટરોમાં કારોબારી રોકાણને ગ્રોથ મળી રહ્યું છે. 

ફેડરલમાં વ્યાજ દરો અંગે મતભેદ

ફેડરલનો નિર્ણય સર્વસંમતિથી નથી. કમિટીના 12 વોટિંગ સભ્યો પૈકી 10 વ્યાજદર સ્થિર રાખવાના પક્ષમાં હતા અને બે સભ્ય વિરોધમાં હતા.ફેડરલના વડા લીસા કુક અને ક્લીવલેન્ડ ફેડના અધ્યક્ષ બેથ હેમેકે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ વધારવાની તરફેણમાં મતદાન કર્યું. તેમની અસહમતિ એ વાત પણ દર્શાવે છે કે ફેડરલની અંદર મોંઘવાનીને અંકૂશમાં લેવા માટે કડક નાણાં નીતિ અપનાવવી જોઈએ. આ અંગે મતભેદ છે.