IPO 2025:આ વર્ષે પ્રાઈમરી માર્કેટમાં પ્રારંભિક જાહેર ભરણા (IPO)નું જાણો ઘોડાપૂર આવ્યું છે. દર મહિને 5થી 10 IPOમાં રોકાણકારોને રોકાણ કરવા માટે તક મળી છે. અત્યાર સુધીમાં 100થી વધારે જાહેર ભરણા આવી ચુક્યા છે.
તેમાં રિન્યુએબલ એનર્જી, હેલ્થકેર, ફાયનન્શિયલ અને ન્યૂ-એજ ટેક સ્પેસ કંપનીનો સમાવેશ થાય છે. જોકે આ વર્ષે હજુ સુધીમાં આ 4 IPOએ રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યું છે. તેમાં Meesho અને Atherનો સમાવેશ થાય છે.
આ વર્ષે આવેલા 53 IPO ઓફર પ્રાઈઝથી નીચે કામકાજ કરી રહ્યા છે
આ વર્ષ IPO પાઈપલાઈન મજબૂત રહી છે, જોકે વળતરની બાબતમાં એવુ કંઈ નથી. આ વર્ષે લોંચ કરવામાં આવેલા 106 IPO મારફતે અત્યાર સુધીમાં રૂપિા 1.8 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. આવેલા કૂલ IPO પૈકી 53 IPO કે જે કૂલ ઈશ્યુનો અડધો હિસ્સો ધરાવે છે તે નુકસાનમાં ટ્રેડ કરી રહ્યા છે. તેનાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે.
વર્ષ 2025માં આ 4 મલ્ટીબેગર કંપની સાબીત થઈ છે. જેણે 100 ટકાથી વધારે ફાયદો કરાવ્યો છે. તેમાં Meesho અને Ather Energy ઉપરાંત અન્ય બે કંપની Stallion India Flurochemicals અને આદિત્ય Infotechનો સમાવેશ થાય છે.
Stallion India Fluorochemicals
રેફ્રિજન્ટ્સ અને સ્પેશિયાલિટી ગેસના વ્યવસાયમાં રોકાયેલા Stallion India Fluorochemicalsનો લિસ્ટિંગ દિવસે 40% નો ઉછાળો નોંધાયો હતો, જેનો શેર તેના ₹90 પ્રતિ શેરના IPO ભાવ સામે ₹126 પર સ્થિર થયો હતો. છેલ્લા બંધ ₹214.35 પ્રતિ શેર મુજબ સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો શેર ભાવ તેની ઓફર કિંમત કરતા 138% વધુ છે, જે 2025ના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શન કરતા IPO તરીકે ઉભરી આવ્યો છે. સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો IPO જાન્યુઆરી મહિનામાં ખુલ્યો હતો.
આદિત્ય Infotech
આ વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલા ₹1,300 કરોડના આદિત્ય ઇન્ફોટેક IPO ની કિંમત પ્રતિ શેર ₹675 હતી. લિસ્ટિંગના દિવસે તેના શેરે 60% મજબૂત વળતર આપ્યું હતું, જે પ્રતિ શેર ₹1082.65 પર સ્થિર થયું હતું. દરમિયાન ₹1526.30ના વર્તમાન ભાવે આદિત્ય ઇન્ફોટેકના શેરનો ભાવ 125.6% વધ્યો છે.
Meesho
ત્રીજી અને નવી મલ્ટિબેગર કંપની Meeshoએ IPO રોકાણકારોને તેના ₹111 ની ઓફર કિંમત પર 112% વળતર આપ્યું છે. આ ઈ-કોમર્સ કંપનીના શેરમાં શાનદાર શરૂઆત થઈ હતી, આ મહિનાની શરૂઆતમાં લિસ્ટિંગના દિવસે IPO રોકાણકારોએ 53% વળતર નોંધાવ્યું હતું. 3 થી 5 ડિસેમ્બર વચ્ચે ખુલેલા મીશોના IPOમાં 81.76 ગણી બોલીઓ મળી હતી.
Ather Energy
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક એથર એનર્જીના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. આ વર્ષે એપ્રિલમાં લોન્ચ થયેલા એથર એનર્જીના IPOએ રોકાણકારોને પ્રભાવશાળી વળતર આપ્યું છે. લિસ્ટિંગના દિવસે 6% ઘટીને બંધ થવા છતાં, રોકાણકારોને અત્યાર સુધીમાં 106.29% વળતર મળ્યું છે.
આ વર્ષે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, જૈન રિસોર્સ રિસાયક્લિંગ, પ્રોસ્ટોર્મ ઇન્ફો સિસ્ટમ્સ, ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને એન્ટોન હેલ્થકેર પણ મજબૂત પ્રદર્શન કરનારા રહ્યા છે, જેમણે તેમના ઇશ્યૂ ભાવથી 47% થી 73% સુધીનું વળતર આપ્યું છે.
બીજી બાજુ ગ્લોટિસ, જેમ એરોમેટિક્સ, વીએમએસ ટીએમટી, એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ અને બીએમડબ્લ્યુ વેન્ચર્સ આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રહ્યા છે, જે 41% થી 55% ની વચ્ચે ઘટી ગયા છે.
