Germany In Recession: વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા જર્મનીમાં મંદીનું સંકટ હવે ઘેરુ બની રહ્યું છે. સમગ્ર યુરોપમાં સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતા જર્મનીએ પોતાને ત્યાં મંદી હોવાની પુષ્ટી કરી છે, જેને પગલે યુરો કરન્સીના મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે.
બીજી બાજુ US ડોલર છેલ્લા બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે, અમેરિકા ડિફોલ્ટ થવાની ચિંતા વચ્ચે સુરક્ષિત ગણાતા આ ચલણની માંગમાં વધારો થયો હતો અને તેને લીધે તેનુ મૂલ્ય મજબૂત થયું છે.
GDPમાં 0.3 ટકાનો ઘટાડો
અત્રે ઉલ્લેખનીય છે કે જર્મની તરફથી આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં GDP 0.3% ઘટાડો થયો છે. બીજી બાજુ વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા અથવા ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે જર્મનીનું GDP 0.5% ઘટ્યું હતું.
રેટિંગ એજન્સી Fitch (Ratings Agency Fitch) દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેણે અમેરિકાનું રેટિંગ 'AAA' ડેટ નેગેટિગ (Debt Ratings) આપ્યું હતું. આ એક સંભવિત ડાઉનગ્રેડ (Downgrade)ની અગાઉની સ્થિતિ કે જે અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે સહમતિ કેળવવામાં નિષ્ફળતાને લીધે આ સ્થિતિ સર્જાઈ છે.
ડેન્સ્કે બેંક (Danske Bank)ના સિનિયર એનાલિસ્ટ સ્ટીફન મેલિને કહ્યું છે કે આ એક સપ્તાહ માટે જોખમ ઓછું કરવાને સમાન છે અને તેનાથી ડૉલરને લાભ થયો છે.
બીજી બાજુ યુરોપમાં જે આર્થિક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેને પગલે ડૉલરની તુલનામાં યુરો અનેક મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે.