EPFO Update: જો તમે પણ નોકરી શરૂ કરવા જઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હકીકતમાં મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજના હેઠળ હવે સરકાર દ્વારા 15000 રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
મંત્રાલય દ્વારા જારી ટ્વીટ મુજબ, જો તમે પહેલી વાર કામ કરવા જઈ રહ્યા છો. એટલે કે પહેલી વાર જ્યારે તમે EPFO નોંધાયેલ આ યોજના હેઠળ, સંભવિત કર્મચારીઓને 15000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ યોજના વિશે વધુ માહિતી pmvry.labour.gv.in પર મળી શકે છે. મંત્રાલયના ટ્વીટ મુજબ આ યોજનાનો ફાયદો માત્ર તેમને જ મળશે જે પહેલી વખત EPFOમાં રજિસ્ટર્ડ થઈ રહ્યા છે.
કઈ રીતે ફાયદો મળશે
આ યોજનાનો લાભ લેવા માટે, તમારે EPFO રજિસ્ટર્ડ થવું પડશે. મતલબ કે હવે જો તમે નોકરી શરૂ કરો છો તો તમારું ઇપીએફઓ ખાતું ખુલે છે. ખાતું ખુલતા જ EPFOમાં રજિસ્ટર્ડ થઈ જાવ છો. જે બાદ તમારા પીએફ એકાઉન્ટ સાથે તે લીંક થઈ જાય છે. પછી તમને આ યોજનાનો લાભ ઈન્સેન્ટિવ તરીકે મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે pmvry.labour.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ પ્રક્રિયા તમે ઘરે બેઠાં ઓનલાઈન પણ કરી શકો છો.
प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के तहत पहली बार औपचारिक नौकरी पाने वाले युवाओं को ₹15,000 तक की प्रोत्साहन राशि प्रदान की जाएगी। अधिक जानकारी के लिए https://t.co/G6lyxmLP2x पर विजिट करें। #MoLE #Employment pic.twitter.com/nw9laLUACn
— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) December 28, 2025
પીએફ ઉપાડના નિયમો
આ તો વાત થઈ પહેલી વખત નોકરી મેળવનારની. જો તમે પહેલાથી જ EPFOમાં રજિસ્ટર્ડ છો અને તમારે પીએફના પૈસા વીડ્રો કરવા છે તો જાણીએ તે અંગેની પ્રેસે. પીએફના નવા નિયમ મુજબ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાનું હવે પહેલા કરતાં વધુ સરળ થઈ ગયું છે. ટૂંક સમયમાં ઇપીએફઓ એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. પીએફ નવા નિયમો અનુસાર, તમે તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન માટે, ઘર ખરીદવા માટે અથવા ઘરના સમારકામ માટે, બાળકોના શિક્ષણ માટે અને બીમારી માટે તમારા પૈસા ઉપાડી શકો છો.
તમે ક્યારે કેટલા પૈસા ઉપાડી શકો છો?
પીએફ પ્રતિ ઉપાડનો સમય અને રકમ તમારી જરૂરિયાત પર આધાર રાખે છે; નોકરી ગુમાવવાના કિસ્સામાં તમે તાત્કાલિક 75% અને બાકીના 25% 12 મહિના પછી ઉપાડી શકો છો. જ્યારે ઘર ખરીદવા, લગ્ન, માંદગી અથવા નિવૃત્તિ જેવી વિશેષ પરિસ્થિતિઓમાં નિયમો અને શરતો સાથે ઉપાડ શક્ય છે. લગ્નના કિસ્સામાં તમે 7 વર્ષની સેવા પછી તમારા માટે અથવા તમારા પરિવાર માટે 50% સુધી ઉપાડી શકો છો. સ્વ અથવા પરિવારની સારવાર માટે સંપૂર્ણ રકમ (અથવા 6 મહિનાનો પગાર ) ઉપાડી શકો છે, આ માટે સર્વિસ પીરિયડ જેવી કોઈ અડચણ નથી.
