Elon Musk's Neuralink: ન્યુરાલિંકે ગુરુવારે જણાવ્યું હતું કે, તેને માનવીઓમાં તેના મગજના પ્રત્યારોપણનું પરીક્ષણ કરવા માટે યુએસ રેગ્યુલેટર્સ પાસેથી મંજૂરી મળી છે. ન્યુરાલિંક એ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્કનું સ્ટાર્ટ-અપ છે. સ્ટાર્ટ-અપે જણાવ્યું હતું કે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી પ્રથમ માનવીય ક્લિનિકલ અભ્યાસની મંજૂરી તેની ટેક્નોલોજી માટે એક મહત્વપૂર્ણ પહેલું પગલું છે, જેનો હેતુ મગજને કમ્પ્યુટર સાથે સીધો ઇન્ટરફેસ કરવાનો છે.
પોતાના ટ્વિટર હેન્ડલ પર સમાચાર શેર કરતાં તેમણે લખ્યું કે, અમે શેર કરવા માટે ઉત્સાહિત છીએ કે અમને અમારો પ્રથમ ઈન-હ્યુમન ક્લિનિકલ સ્ટડી લોન્ચ કરવા માટે FDAની મંજૂરી મળી છે. વીડિયો પ્લેયર લોડ થઈ રહ્યું છે. તે એફડીએ સાથે નજીકના સહયોગમાં ન્યુરાલિંક ટીમ દ્વારા અવિશ્વસનીય કાર્યનું પરિણામ છે.
Congratulations Neuralink team! https://t.co/AWZGf33UDr
— Elon Musk (@elonmusk) May 26, 2023
ન્યુરાલિંકના જણાવ્યા મુજબ, ક્લિનિકલ ટ્રાયલ માટે ભરતી હજુ ખુલી નથી. મસ્કે ડિસેમ્બરમાં સ્ટાર્ટ-અપ પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે ન્યુરાલિંકનો હેતુ માનવ મગજને કમ્પ્યુટર સાથે સીધો સંચાર કરવા સક્ષમ બનાવવાનો છે. પછી તેણે કહ્યું હતું કે, અમે અમારા પ્રથમ માનવ પ્રત્યારોપણ માટે તૈયાર થવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે માનવમાં ડિવાઇસ લગાવતા પહેલાં તે સારી રીતે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, મસ્ક ટ્વિટર, સ્પેસએક્સ, ટેસ્લા અને અન્ય ઘણી કંપનીઓના માલિક પણ છે. તેઓ તેમની કંપનીઓ વિશે મહત્વાકાંક્ષી આગાહીઓ કરવા માટે જાણીતા છે. મસ્કે જુલાઈ 2019માં વચન આપ્યું હતું કે, ન્યુરાલિંક 2020માં હ્યુમન પર તેની પ્રથમ ટ્રાયલ કરવા સક્ષમ બનશે. જોકે, પછી તે આમાં નિષ્ફળ ગયો હતો.