Inflation In Pakistan:આપણા પડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે. હવે સ્થાનિક પ્રજાને બે ટંક ભોજન માટે પણ ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના પેશાવર શહેરમાં તો લોટ માટે જાણે લૂંટ થઈ રહી છે. ઓપન માર્કેટમાં લોટનો ભાવ પ્રતિ કીલો રૂપિયા 165 પહોંચી ગયો છે. જ્યારે તંદુરી રોટલીની કિંમત રૂપિયા 30ને પાર થઈ ગઈ છે.
પાકિસ્તાન સરકાર સબસિડી ધરાવતા લોટ બજારમાં ઉપલબ્ધ કરાવે છે
ન્યૂઝ એજન્સી ANIના એક અહેવાલ પ્રમાણે પેશાવરમાં 20 કિલો મોટા લોટની બેગ રૂપિયા 3300માં મળી રહી છે. 20 કિલો વજનની બેગ રૂપિયા 3,120 વેચાઈ રહી છે. જો કોઈ 50 કિલોની બેગ ખરીદે છે તો રૂપિયા 13,200 ચુકવવા પડે છે. પાકિસ્તાન સરકાર સબસિડી ધરાવતા લોટ પણ બજારમાં ઉપલબ્ધ કરાવે છે. જોકે હવે લોકોને મોંઘા લોટથી ખરીદી કરવી પડી રહી છે.
કિંમત વધવા સાથે રોટલીનો વજન પણ હવે ઓછો થઈ ગયો
ખૈબર બજાર, અશરફ રોડ, કરાચી માર્કેટ, નમક મંડી અને ગવર્નમેન્ટ કોલેજ ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં તંદુર માલિકો દ્વારા ખાસ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. અહીં કોઈને રોટલી જોઈએ છે તો રૂપિયા 40 આપીને બે રોટલી ખરીદવી પડી રહી છે. જો કોઈ એક રોટલી ખરીદવા માગે છે તો તે રૂપિયા 30 આપવા પડે છે. કિંમત વધવા સાથે રોટલીનો વજન પણ હવે ઓછો થઈ ગયો છે.
નફાખોરોના દુષ્ટ કાર્યો પણ છે
આ લોટ કટોકટી ફક્ત માંગ અને પુરવઠાનો ખેલ નથી પણ નફાખોરોના દુષ્ટ કાર્યો પણ છે. એવા આરોપો છે કે મોટા વ્યવસાયોએ ઇરાદાપૂર્વક તેમના ગોદામોમાં લોટનો મોટો સ્ટોક સંગ્રહ કર્યો છે, જેનાથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ છે. ભાવ વધતાં સંગ્રહખોરો હવે ઊંચા ભાવે લોટ વેચીને પોતાની તિજોરી ભરી રહ્યા છે.
કરાચી સબ્ઝી મંડીમાં શાકભાજીના લેટેસ્ટ ભાવ
- બટાકા: 35 થી 50 પ્રતિ કિલો.
- ટામેટાં: સિંધના નવા ટામેટાં 1300 થી 1400 પ્રતિ મણ
- ડુંગળી: 300 પ્રતિ કિલો.
- લીલી ડુંગળી: 10 થી 200 પ્રતિ જૂડી.
- રીંગણ: કાળા રીંગણ 60 અને લાંબા રીંગણ 80 પ્રતિ કિલો.
- દૂધી: 80 પ્રતિ કિલો.
- કારેલાં: 70 થી 80 પ્રતિ કિલો.
- ગુવાર સિંગ: 150 થી 200 પ્રતિ કિલો.
- ફણસી (બીન્સ): 200 થી 250 પ્રતિ કિલો.
- વટાણા: 370 થી 400 પ્રતિ કિલો.
- સિમલા મરચાં: 50 થી 80 પ્રતિ કિલો.
- કોબીજ: 50 થી 80 પ્રતિ કિલો.
- ફ્લાવર : 100 થી 120 પ્રતિ કિલો.
- ગાજર: 60 થી 120 પ્રતિ કિલો.
- કાકડી: પંજાબ અને સિંધુ કાકડી 50 થી 60 પ્રતિ કિલો.
- ભીંડા: 120 થી 160 પ્રતિ કિલો.
- દેશી ટીંડા: 100 પ્રતિ કિલો.
- મોટાં લીલાં મરચાં: 70 થી 80 પ્રતિ કિલો.
- મેથી: 200 પ્રતિ કિલો.
- પાલક: 60 પ્રતિ કિલો.
- ધાણા (કોથમીર): 130 થી 600.
- આદુ: 300 થી 350 પ્રતિ કિલો.
- મૂળો: 80 થી 100 પ્રતિ કિલો.
- લીંબુ: 200 થી 430 પ્રતિ કિલો.
- અળવી: 100 પ્રતિ કિલો.
- બીટ: 100 થી 120 પ્રતિ કિલો.
