Post-Diwali Price Hike 2026:દિવાળીના તહેવાર બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવા કે બિસ્કીટ, નૂડલ્સ, ડિટર્જન્ટ અને ખાદ્ય ચીજવસ્તુઓના પેકેટ મોઘા થઈ શકે છે. સતત રોમટેરિયલની કિંમતોમાં વધારો થતા હિન્દુસ્તાન યુનિલિવર-HUL, બ્રિટાનીયા, ડાબર અને ટાટા કન્ઝ્યુમર જેવી કંપનીઓ તેમના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવા અંગે વિચારણા કરી રહેલ છે.આમ દેશની અગ્રણી કંપનીઓ તેમના ઉત્પાદનોની કિંમતો વધારી શકે છે.
વજનમાં પણ ઘટાડો કરી શકે છે
આ કંપનીઓ કાચામાલસામાનની કિંમતમાં થયેલા વધારાની સ્થિતિમાં પ્રોડક્ટના ભાવ વધારાને બદલે પેકેટના વજન એટલે કે કદમાં ઘટાડો કરવા પણ વિચારણા કરી શકે છે. જોકે આ વિકલ્પ કંપનીઓ મર્યાદિત સ્થિતિમાં જ અપનાવી શકે છે. ખાસ કરીને રૂપિયા 10ના પારલે-જી બિસ્કીટ પેકેટ પ્રમાણ વધારે ઘટાડે તેવી શક્યતા ઓછી છે. વજન ઘટનાવથી ગ્રાહક નારાજ થઈ શકે છે. જ્યારે કિંમત વધવાથી અન્ય બ્રાન્ડ તરફ વળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટાનિયા,HUL, ડાબર અને ગોદરેજ કન્ઝ્યુમરે જૂન ત્રિમાસિકમાં જ આશરે 2 ટકાથી 5 ટકા સુધી કિંમત વધારવામાં આવી હતી. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે પણ વધારો કરવા અંગે વિચારણા કરવામાં આવેલ છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચાની કિંમત 8 ટકાથી 10 ટકા સુધી વધારેલ છે.
બજારના નિષ્ણાતોના મતે ઓછી આવક ધરાવતા પરિવારો પર મોંઘવારીની અસર વધારે થાય છે. કારણ કે તેમના બજેટનો મોટો હિસ્સો દૈનિક જરૂરિયાતો પર ખર્ચ થાય છે. બિસ્કીટ, નૂડલ્સ, સાબુ, ડિટર્જન્ટ અને ખાદ્ય તેલ જેવી ઉત્પાદનોની કિંમતોમાં થતા ફેરફારની ખરીદી પર અસર થઈ શકે છે.
