Ambani Family Home: એક સમય હતો જ્યારે મુંબઈમાં સી વિન્ડ અંબાણી પરિવારનું ઘર હતું. ધીરુભાઈ અંબાણી આ 14 માળની રહેણાંક ઇમારતમાં રહેતા હતા. (Dhirubhai Ambani iconic home) ધીરુભાઈ તેમના બે પુત્રો મુકેશ અને અનિલ અંબાણી સાથે તેમના સહપરિવાર રહેતા હતા. પરંતુ હવે મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આવેલું આ ઘર ખાલી છે. કારણ કે , પરિવારના વ્યવસાયના વિભાજન પછી બંને ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ રહેવા લાગ્યા છે. મુકેશ અંબાણીએ તેમનું વૈભવી ઘર એન્ટિલિયા બનાવ્યું હતું, જ્યારે અનિલ અંબાણી મુંબઈમાં તેમના વૈભવી 17 માળના ઘર Abodeમાં રહે છે.
ધીરુભાઈ અંબાણીએ સી વિન્ડને 1980ના દાયકામાં ખરીદ્યું હતું. ધીરુભાઈ અંબાણીના નિધન પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે મિલકત વહેંચાઈ ગઈ અને સી વિન્ડ અનિલ અંબાણીના હિસ્સામાં આવ્યું છે. અનિલ અંબાણી ઘણા વર્ષો સુધી તેમના પરિવાર સાથે ત્યાં રહ્યા, પછી પાલી હિલમાં તેમના નવા ઘર Abodeમાં શિફ્ટ થઈ ગયા. ચાલો તમને ધીરુભાઈ અંબાણીના બંગલા સી વિન્ડ (Sea Wind) વિશે કેટલીક ખાસ માહિતી જણાવીએ…
ધીરુભાઈ અંબાણીનો બંગલો સી વિન્ડ ક્યાં છે?
- ધીરુભાઈ અંબાણીનું 14 માળનું આલીશાન ઘર સી વિન્ડ દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આવેલું છે જ્યાંથી અરબી સમુદ્ર દેખાય છે.
- આ 14 માળની રહેણાંક ઇમારત છે જ્યાં આખો અંબાણી પરિવાર એક જ છત નીચે રહેતો હતો.
- ધીરુભાઈ અંબાણીએ આ ઇમારત 1980ના દાયકામાં ખરીદી હતી. એવું કહેવાય છે કે આ ઘર રિલાયન્સના વિકાસનું કેન્દ્ર હતું અને ધીરુભાઈ અંબાણીએ તેમના જીવનના છેલ્લા વર્ષો અહીં વિતાવ્યા હતા.
- ધીરુભાઈના નિધન પછી મુકેશ અને અનિલ અંબાણીની રાહ અને ઘર પણ અલગ થઈ ગયા. મુકેશ અંબાણી જેમનો પરિવાર હવે એન્ટિલિયામાં રહે છે જે વિશ્વનું સૌથી મોંઘુ ઘર હોવાનું કહેવાય છે.
- સી વિંન્ડની અંદાજિત કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ ઘરની માલિકી હજુ પણ અનિલ અંબાણી પાસે છે.
