Bank Holiday: શું 6 નવેમ્બરે ધનતેરસે બેંકો બંધ રહેશે? જાણો નવેમ્બર મહિનાની રજાઓનું આખું લિસ્ટ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ધનના દેવતા કુબેરમાં અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત આવતી હોવાની ધાર્મિક માન્યતા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 05 Nov 2026 12:02 PM (IST)Updated: Thu, 05 Nov 2026 12:02 PM (IST)
dhanteras-2026-bank-holiday-status-november-rbi-holiday-list-gujarati
ધન તેરસ બેન્ક

Dhanteras 2026 Bank Holiday: ધનતેરસના પવિત્ર તહેવારને લઈને ગ્રાહકોના મનમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું શુક્રવારે 6 નવેમ્બરે ધનતેરસના દિવસે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? સોનું, ચાંદી, વાહન, વાસણ અને ઘર ખરીદવા માટે અત્યંત શુભ ગણાતા ધનતેરસથી જ પાંચ દિવસીય રોશનીના પર્વ દિવાળીની શરૂઆત થાય છે. જોકે, બેંકિંગ ક્ષેત્રને લઈને સ્પષ્ટતા સામે આવી છે.

શું 6 નવેમ્બરે ધનતેરસે બેંકો બંધ રહેશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની બેંક હોલિડે કેલેન્ડર મુજબ, શુક્રવાર, 6 નવેમ્બર 2026ના રોજ દેશભરમાં ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે, પરંતુ આ દિવસે બેંકો બંધ રહેશે નહીં. દેશભરની તમામ બેંક શાખાઓમાં રોજીંદી કામગીરી સામાન્ય રીતે શરૂ રહેશે.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ધનના દેવતા કુબેરમાં અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત આવતી હોવાની ધાર્મિક માન્યતા છે.

નવેમ્બર 2026 માં બેંકો ક્યારે ક્યારે બંધ રહેશે?

તહેવારોની મોસમ હોવાથી નવેમ્બર મહિનામાં દેશના વિવિધ રાજ્યોમાં બેંકોમાં અનેક રજાઓ રહેશે:

  • 9 નવેમ્બર: દિવાળી, લક્ષ્મી પૂજન અને ગોવર્ધન પૂજા (ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ચંડીગઢ, સિક્કિમ, મણિપુર અને રાજસ્થાન).
  • 10 નવેમ્બર: બલિપ્રતિપદા, ગોવર્ધન પૂજા અને વિક્રમ સંવત નૂતન વર્ષ (અમદાવાદ, મુંબઈ, નાગપુર, બેંગલુરુ, બેલાપુર, દહેરાદૂન, ગંગટોક).
  • 11 નવેમ્બર: ભાઈબીજ / ભૈયા દૂજ (ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનૌ, શિમલા).
  • 13 નવેમ્બર: વાંગલા ઉત્સવ (શિલોંગ - મેઘાલય).
  • 16 નવેમ્બર: છઠ પૂજા (પટના અને રાંચી).
  • 20 નવેમ્બર: ઇગાસ-બગવાલ (દહેરાદૂન).
  • 23 નવેમ્બર: સેંગ કુટ સ્નેમ (શિલોંગ).
  • 24 નવેમ્બર: ગુરુ નાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમા (અમદાવાદ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા સહિત અનેક શહેરો).
  • 27 નવેમ્બર: કનકદાસ જયંતિ (બેંગલુરુ).

શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ

તહેવારો ઉપરાંત, 1, 8, 15, 22 અને 29 નવેમ્બરે રવિવારની રજા રહેશે. આ સિવાય 14 નવેમ્બરે બીજો શનિવાર અને 28 નવેમ્બરે ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે

બેંક શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકોને ડિજિટલ સેવાઓમાં કોઈ અડચણ આવશે નહીં. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે. ગ્રાહકો સરળતાથી નાણાં ટ્રાન્સફર કરી શકશે અને રોકડ ઉપાડી શકશે. જોકે, ચેક ક્લિયરિંગ અને બ્રાન્ચ આધારિત KYC જેવા કામો માટે રજાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.