Zomato Food delivery scam: તમે ક્યારેક તો સ્વિગી કે ઝોમેટો (Zomato) પરથી ઓનલાઈન ફૂડ ડિલીવરીથી ફૂડ ઓર્ડર કર્યો હશે અને ડિલીવરી બોય તમારા ઘરે આપવા આવ્યો હશે. પરંતુ જો તમને ખ્યાલ આવે કે તમે જે 1 હજારનો ઓર્ડર આપ્યો છે, તે ઓર્ડર તમને 200-300માં મળી જાય તો તમને કેટલો પસ્તાવો થશે? એક કસ્ટમર સાથે એવું જ બન્યું કે ડિલિવરી બોય ઓર્ડર આપવા આવ્યો અને તેણે જે સ્કીમ આપી તેનાથી કસ્ટમર ચોંકી ઉઠ્યો અને તેણે ઝોમેટોમાં આ બાબતની ફરિયાદ નોંધાવી દીધી.
સતી નામના એક કસ્ટમરે લીન્ક્ડઈન પોસ્ટમાં એજન્ટને ટાંકીને કહ્યું કે, "તમે મને માત્ર રૂ. 200, રૂ. 300 આપો અને 1 હજાર રુપિયાનો ઓર્ડરનું ભોજન તમારું." એજન્ટે તેને કથિત રીતે કહ્યું હતું કે, "હું Zomato બતાવીશ કે તેમે ફૂડ નથી લીધું, અને તેમે જે ખાવાનો ઓર્ડર આપ્યો છે તે પણ તમને આપીશ." સતીએ પોસ્ટ કર્યું, Zomato સાથે થઈ રહેલા કૌભાંડની વાત સાંભળીને હું ચોંકી ઉઠ્યો.
CEO દીપેન્દ્ર ગોયલે કહ્યું- અમે આ બાબતથી વાકેફ છીએ, ખામીઓને દૂર કરી રહ્યાં છીએ
કસ્ટમરે ઝોમેટોમાંથી બર્ગર કિંગમાંથી બર્ગરનો ઓર્ડર આપ્યો અને ઓનલાઈન પેમેન્ટ કર્યું. કસ્ટમરે ઓર્ડર આપ્યો અને 30-40 મિનિટ પછી ડિલિવરી બોય આવતાં જ તેણે મને કહ્યું સાહેબ, આગલી વખતે ઓનલાઈન પેમેન્ટ કરશો નહીં. તેમણે કહ્યું કે આગલી વખતે જ્યારે તમે COD (કેશ ઓન ડિલિવરી) દ્વારા 700-800 રૂપિયાનું ફૂડ ઓર્ડર કરશો, ત્યારે તમારે તેના માટે માત્ર 200 રૂપિયા ચૂકવવા પડશે. સતીએ કહ્યું: શ્રી દીપેન્દ્ર ગોયલ, હવે એવું ન કહેતા કે તમને ખબર પણ નથી કે આવું થઈ રહ્યું છે? ગોયલે જવાબ આપ્યો: તેનાથી વાકેફ છે અને ખામીઓને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.