Gold Price in Venezuela: આ દેશમાં 2,000માં મળે છે 10 ગ્રામ સોનું, છતાં જનતા ભૂખમરાની કગાર પર

Gold Price in Venezuela 2026: સામાન્ય રીતે કોઈપણ દેશમાં સોનું ખરીદવું એ અમીરીની નિશાની માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં સ્થિતિ સાવ ઉલટી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 07 Apr 2026 04:37 PM (IST)Updated: Tue, 07 Apr 2026 04:37 PM (IST)
venezuelan-currency-collapse-basic-goods-cost-more-in-real-terms-than-gold

Gold Price in Venezuela 2026: સામાન્ય રીતે કોઈપણ દેશમાં સોનું ખરીદવું એ અમીરીની નિશાની માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં સ્થિતિ સાવ ઉલટી છે. અહીં સોનાના ભાવ એટલા નીચા સ્તરે પહોંચી ગયા છે કે દૂધ, બ્રેડ અને ઈંડા જેવી પાયાની જરૂરિયાતો સોના કરતા પણ વધુ મોંઘી સાબિત થઈ રહી છે. ભારત જેવા દેશમાં જ્યાં સોનાના ભાવ આસમાને છે, ત્યાં વેનેઝુએલાની આ સ્થિતિ આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી રહી છે.

ભારત વિરુદ્ધ વેનેઝુએલા: સોનાના ભાવમાં જમીન-આસમાનનો તફાવત

વર્ષ 2026 ની શરૂઆતમાં વેનેઝુએલામાં 24 કેરેટ સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આર્થિક વિશ્લેષણ મુજબ, ત્યાં સોનાના ભાવ અને ભારતીય બજારના ભાવની તુલના નીચે મુજબ છે:

વિગત વેનેઝુએલા (આશરે) ભારત (આશરે)
24 કેરેટ સોનું (1 ગ્રામ) ₹181 થી ₹200 ₹15,021
24 કેરેટ સોનું (10 ગ્રામ) ₹2,000 થી ઓછું ₹1,50,210

આ આંકડા દર્શાવે છે કે વેનેઝુએલામાં તમે જેટલા રૂપિયામાં 10 ગ્રામ સોનું ખરીદી શકો છો, ભારતમાં તેટલી રકમમાં માંડ અડધો ગ્રામ સોનું પણ આવતું નથી.

સોના કરતા મોંઘી જીવનજરૂરી ચીજવસ્તુઓ

સોનું સસ્તું હોવા છતાં વેનેઝુએલાની જનતા માટે જીવન જીવવું અત્યંત કપરું બન્યું છે. અર્થતંત્રના પતનને કારણે જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે.

  • 1 લિટર દૂધ: આશરે ₹175
  • બ્રેડનું પેકેટ: આશરે ₹170
  • એક ડઝન ઈંડા: આશરે ₹233

આમ, એક ડઝન ઈંડાની કિંમત એક ગ્રામ શુદ્ધ સોના કરતા પણ વધારે છે. આ સ્થિતિ દર્શાવે છે કે દેશમાં ખાદ્ય સામગ્રીની કેટલી ભયંકર અછત છે.

કેમ આટલું સસ્તું છે સોનું?

વેનેઝુએલામાં સોનાના નીચા ભાવ એ સમૃદ્ધિ નહીં પરંતુ આર્થિક વિનાશનો સંકેત છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

ચલણનું અવમૂલ્યન

વેનેઝુએલાનું ચલણ 'બોલિવર' (Bolivar) ઐતિહાસિક નીચલી સપાટીએ છે. ફુગાવો એટલો વધ્યો છે કે સ્થાનિક ચલણની કિંમત કાગળના ટુકડા સમાન બની ગઈ છે.

કુદરતી સંસાધનોનો દુરુપયોગ

વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ ભંડાર અને અંદાજે 8,000 ટન સોનાનો અનામત જથ્થો છે. જોકે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે આ સંસાધનો જનતાના કામમાં આવી રહ્યા નથી.

સોનાના ભંડારનો નિકાસ

રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશનું દેવું ચૂકવવા માટે મોટા પાયે સોનું વિદેશ મોકલ્યું છે. વર્ષ 2013 થી 2016 દરમિયાન જ અંદાજે 113 મેટ્રિક ટન સોનું સ્વિટ્ઝર્લૅન્ડ મોકલવામાં આવ્યું હતું.