Rupee News:ડોલર સામે ભારતીય રૂપિયામાં તેજીનો પવન ફૂંકાયો, Greenback સામે Rupee 93.9ની છેલ્લા 8 મહિનાના શિખરે પહોંચ્યો

Rupee News:રૂપિયો આજે US ડોલર સામે મજબૂત રહ્યો છે. ગઈકાલની તુલનામાં 48 પૈસા તેજી જોવા મળી છે અને તે છેલ્લા 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. 22 એપ્રિલ બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે રૂપિયો ડોલર સામે 94ની નીચે આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 04:00 PM (IST)Updated: Fri, 06 Nov 2026 04:00 PM (IST)
the-indian-rupee-rose-against-the-dollar-the-rupee-reached-the-peak-of-939-against-the-greenback-in-the-last-8-months
Rupee-RBI-1784813370944.jpg

Rupee News:રૂપિયો આજે US ડોલર સામે મજબૂત રહ્યો છે. ગઈકાલની તુલનામાં 48 પૈસા તેજી જોવા મળી છે અને તે છેલ્લા 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. 22 એપ્રિલ બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે રૂપિયો ડોલર સામે 94ની નીચે આવ્યો છે. રૂપિયાની આ તેજી પાછળ મોંઘવારી, વ્યાજ દરો અને ક્રુડ ઓઈલ જેવા કારણ છે.બજારના નિષ્ણાતોનું માનવું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) ફરી વખત વ્યાજ દર વધારી શકે છે. બીજીબાજુ ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો થતા વ્યાજ દરોને લગતી ચિંતા હળવી થઈ છે.


બજારના નિષ્ણાતોના મતે FII તરફથી સતત ભારતીય શેરબજારમાં જે ખરીદી શરૂ થઈ છે તેની રૂપિયાને ટેકો મળ્યો છે.નવેમ્બરમાં હજુ સુધી FII દ્વારા રૂપિયા 32210.20 કરોડની ખરીદી કરવામાં આવી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે FII ખરીદી કરી રહેલ છે અને ભારતમાં ફરી વખત ડોલરનું આગમન થઈ રહ્યું છે. જેથી રૂપિયાની માંગ વધી છે. અને રૂપિયો મજબૂત બન્યો છે.

ડોલર સામે રૂપિયાનું મૂલ્ય દર્શાવે છે કે એક ડોલર ખરીદવા માટે કેટલા રૂપિયાની જરૂર છે. જો એક ડોલરની કિંમત 94 રૂપિયા હોય, તો તેને ખરીદવા માટે 94 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે રૂપિયો 94 થી નીચે જાય છે ત્યારે એક ડોલર ખરીદવા માટે ઓછા રૂપિયાની જરૂર પડે છે.

મજબૂત રૂપિયો વિદેશથી માલ આયાત કરતી કંપનીઓને થોડી રાહત આપી શકે છે. ભારત વિદેશથી ક્રૂડ ઓઇલ અને અન્ય ઘણી ચીજવસ્તુઓ ખરીદે છે, અને આ માટે ડોલરમાં ચૂકવણી કરવામાં આવે છે. નબળા ડોલરનો અર્થ એ થઈ શકે છે કે સમાન રકમના ડોલર ખરીદવા માટે ઓછા રૂપિયાની જરૂર પડશે. આ લાભ સામાન્ય માણસ સુધી પહોંચશે કે નહીં અને કેટલો પહોંચશે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે.