ચાંદીના ભાવમાં કડાકો: 9 મહિનામાં ₹2.35 લાખ ઘટીને ₹1.85 લાખ પર પહોંચી; એક્સપર્ટે જણાવ્યા 5 મુખ્ય કારણો

જાગરણ બિઝનેસ દ્વારા સેબી રજિસ્ટર્ડ માર્કેટ એન્ડ કોમોડિટી એક્સપર્ટ ઇન્દ્ર કમલ તિવારી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે ચાંદીમાં આવેલી આ મંડીનું ગણિત અને આગામી દિશા અંગે વિગતવાર માહિતી આપી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 30 Oct 2026 03:32 PM (IST)Updated: Fri, 30 Oct 2026 03:32 PM (IST)
silver-price-crash-reaches-1-85-lakh-expert-indra-kamal-tiwari-5-reasons
ચાંદીના ભાવમાં ઘટાડો

Silver Rate Crash: દિવાળીના તહેવાર પહેલા જ બુલિયન માર્કેટમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાંદીના ભાવમાં અણધારી અને ઐતિહાસિક મંદી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે 29 જાન્યુઆરી 2026 ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹4.2 લાખના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ આજે 30 ઓક્ટોબર 2026 ના રોજ તે ઘટીને ₹1.85 લાખની આસપાસ આવી ગયો છે. માત્ર 9 મહિનાના સમયગાળામાં ચાંદી પ્રતિ કિલો ₹2,35,000 (આશરે 56%) જેટલી સસ્તી થઈ ગઈ છે. ભાવમાં થયેલા આ ભારે કડાકાને કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે.

જાગરણ બિઝનેસ દ્વારા સેબી રજિસ્ટર્ડ માર્કેટ એન્ડ કોમોડિટી એક્સપર્ટ ઇન્દ્ર કમલ તિવારી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે ચાંદીમાં આવેલી આ મંડીનું ગણિત અને આગામી દિશા અંગે વિગતવાર માહિતી આપી હતી.

COMEX અને MCX પર ભાવ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ચાંદી 1 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. કોમેક્સ (COMEX) પર ચાંદી 50 ડૉલર પ્રતિ ઓંસ આસપાસ ટ્રેડ થઈ રહી છે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો ભાવ ₹1,85,450 ના સ્તરે પહોંચી ગયો છે, જેમાં એક જ દિવસમાં 2% એટલે કે ₹3,881 નો ઘટાડો નોંધાયો છે.

ભાવ હજુ કેટલા ઘટી શકે?

માર્કેટ એક્સપર્ટ ઇન્દ્ર કમલ તિવારી ના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ચાંદી સાપ્તાહિક ધોરણે ₹2,00,000 થી ₹2,05,000 ની ઉપર બંધ ન થાય ત્યાં સુધી બજારમાં મંડીનું વલણ જ હાવિ રહેશે.

તેમણે ઉમેર્યું કે જો વેચવાલીનું દબાણ ચાલુ રહેશે, તો સ્થાનિક માર્કેટમાં ચાંદી માટે આગળનું મજબૂત સપોર્ટ લેવલ ₹1,70,000 (ઓક્ટોબર 2025 નું બ્રેકઆઉટ ઝોન) છે અને ત્યારબાદ લાંબા ગાળાની મુવિંગ એવરેજ ₹1,46,000 પર છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જો કિંમત 53 ડૉલરની નીચે બંધ થાય છે, તો પછીનો સપોર્ટ 45 થી 46 ડૉલર પ્રતિ ઓંસ આસપાસ મળી શકે છે.

ચાંદી ક્રેસ થવાના 5 મુખ્ય કારણો

ઇન્દ્ર કમલ તિવારીએ ચાંદીમાં કડાકો આવવાના 5 મુખ્ય કારણો દર્શાવ્યા છે:

  • 1. ડિસેન્ડિંગ ટ્રાયએંગલ પેટર્ન તૂટવી: માર્ચથી ઓક્ટોબર વચ્ચે બનેલી ડિસેન્ડિંગ ટ્રાયએંગલ પેટર્નની મહત્વની નેકલાઈન તૂટી ગઈ છે.
  • 2. લોઅર હાઈનો ગ્રાફ: ચાંદીના ઉછાળાનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે (જાન્યુઆરીમાં ₹4.2 લાખ, મેમાં ₹3.05 લાખ અને સપ્ટેમ્બરમાં ₹2.45 લાખ), જે ડાઉનટ્રેન્ડ દર્શાવે છે.
  • 3. ફિબોનાચી લેવલ ગુમાવવું: તેજી માટે મજબૂત ગણાતું 0.786 ફિબોનાચી લેવલ (₹1,99,330) પણ પાર થઈ શક્યું નથી.
  • 4. ભારે વોલ્યુમ સાથે વેચવાલી: કિંમતો ઘટવાની સાથે ટ્રેડિંગ વોલ્યુમ ઊંચું છે, જે દર્શાવે છે કે મોટા રોકાણકારો પોતાની પોઝિશન ખાલી કરી રહ્યા છે.
  • 5. આંતરરાષ્ટ્રીય બજારનું દબાણ: વૈશ્વિક બજારમાં ચાંદી 50 ડૉલર આસપાસ સંઘર્ષ કરી રહી છે અને સોનું પણ 4,000 ડૉલરની નીચે સરકી જતાં સમગ્ર બુલિયન માર્કેટ પર દબાણ છે.

રોકાણકારો માટે એક્સપર્ટ ઇન્દ્ર કમલ તિવારીની સલાહ

  • ઉતાવળ ન કરવી: ભાવ સસ્તો દેખાઈ રહ્યો છે તે વિચારીને તરત જ ખરીદી કરવાની ઉતાવળ ન કરવી. કિંમતો નીચલા સ્તરે સ્થિર થાય તેની રાહ જોવી.
  • વાયદા બજાર: ફ્યુચર્સ ટ્રેડિંગ કરનારા ટ્રેડર્સે ભારે ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને સખત 'સ્ટોપ લોસ' સાથે જ ટ્રેડિંગ કરવું.
  • લાંબા ગાળાના રોકાણકારો: પોર્ટફોલિયોમાં ચાંદીનો હિસ્સો મર્યાદિત રાખવો અને એકસાથે તમામ નાણાં રોકવાને બદલે સમયાંતરે હપ્તામાં (SIP મોડમાં) રોકાણ કરવું વધુ સુરક્ષિત રહેશે.