Gold Price Prediction:શું સોનું હજુ પણ સસ્તુ થશે? BofAના અહેવાલમાં દાવો- ભાવ રૂપિયા એક લાખથી પણ નીચે આવી જશે

Gold Price Prediction:સોનાની કિંમતો પર તાજેતરમાં એક એનાલિસિસમાંથી મોટો સંકેત મળ્યાં છે. બેન્ક ઓફ અમેરિકા(BofA)ના ટેકનિકલ એનાલિસિસથી જાણવા મળ્યું છે કે સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 24 Oct 2026 04:23 PM (IST)Updated: Sat, 24 Oct 2026 05:13 PM (IST)
is-gold-set-to-become-cheaper-bofa-report-claims-the-price-could-fall-below-1-lakh
Gold-Prices-Crash-1792777283140.webp

Gold Price Prediction:સોનાની કિંમતો પર તાજેતરમાં એક એનાલિસિસમાંથી મોટો સંકેત મળ્યાં છે. બેન્ક ઓફ અમેરિકા(BofA)ના ટેકનિકલ એનાલિસિસથી જાણવા મળ્યું છે કે સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે. સોના માટે આ અત્યંત મહત્વનું લેવલ 3250 ડોલર પ્રતિ ઔંસ છે. જો સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં આ લેવલ પર સોનું પહોંચે છે તો ભારતીય બુલિયન માર્કેટમાં આ કિંમત લગભગ રૂપિયા 98,000 પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. જે લોકોને રોકાણ કરવા માટે સારી તક માનવામાં આવે છે.

સોનું કેમ ઘટી શકે છે

આ સંભવિત ઘટાડાને લીધે અમેરિકી ડોલરની મજબૂત સ્થિતિથી અન્ય કરન્સી ધરાવતા દેશો માટે સોનું મોંઘુ થઈ શકે છે, જેથી માંગ ઘટી શકે છે. આ ઉપરાંત અમેરિકામાં વ્યાજ દરોને લઈ અનિશ્ચિતતા પણ એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સતત ઊંચા વ્યાજ દરો રોકાણકારોને સોનાને બદલે વ્યાજ આપતી એસેટ્સ તરફ વાળી શકે છે. સોનું અત્યારે રેકોર્ડ તેજી બાદ સતત ઘટાડા તરફી વલણ ધરાવે છે. 

જોકે, આ સમજવું જરૂરી છે કે સીધા આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાનો અર્થ એવો નથી કે ભારતમાં સોનું રૂપિયા એક લાખથી નીચે આવી જશે. રૂપિયો-ડોલર એક્સચેન્જ રેટ, ઈમ્પોર્ટ ડ્યુટી અને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(GST) જેવા ઘરેલુ કારણ સ્થાનીક કિંમતો પર અસર કરી શકે છે. માટે રૂપિયા 98,000નો આંકડો અંદાજ છે. તે કોઈ અંતિમ કિંમત નથી. આ સ્થિતિમાં અન્ય નિષ્ણાતો માટે અંદાજ અલગ હોઈ શકે છે. જેમાં સોનાની તેજીથી વધવાનો અંદાજ લગાવવામાં આવેલ છે.

વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 3995 ડોલર પ્રતિ ઔંસ આસપાસ કામકાજ કરી રહ્યા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ તેના વ્યાજ દરોમાં વધારો કરવા અંગે આગામી સપ્તાહમાં મહત્વનો નિર્ણય લેશે. જેની બજાર વર્ગ નજર રાખી રહ્યા છે.