Gold Silver Price Today Ahmedabad(September 16,2026)|આજનો સોનાનો ભાવ:અમેરિકાની US ફેડરલ રિઝર્વએ તેના ચાવીરૂપ દરોમાં 0.25 બેસિસ પોઇન્ટ વધારો કરતાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે.અમદાવાદ બુલિયન એસોસિએશનની માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,56,000 રહ્યાં છે.જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 3000 તૂટ્યાં છે.
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,56,500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 1,55,700 થયો છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 3000 ઘટી રૂપિયા 232000 રહ્યો હતો.
આ પણ વાંચો
આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસ દીઠ સોનાના ભાવ 18.78 તૂટી 4328.60 ડોલર કવોટ થયા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.26 ડોલર એટલે કે 0.41 ટકા ગગડી 64.19 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 629 તૂટી રૂપિયા 151,807 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,005 ઘટીને રૂપિયા 2,33,781 રહ્યા હતા.
