Gold Silver Price:અમેરિકાની રોકાણકાર બેન્ક ગોલ્ડમેન સાક્સે વર્ષ 2026 અને વર્ષ 2027ના અંતમાં સોનાને લગતા પોતાના અંદાજમાં ઘટાડો કર્યો છે. ગોલ્ડમેન સાક્સની સોનાની કિંમતોના નવા અનુમાન સામે આવ્યા છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગે કડક વલણ બાદ બેન્કે વર્ષ 2026 અને વર્ષ 2027 બન્ને વર્ષ માટે પોતાનો ટાર્ગેટ ઘટાડી દીધો છે. તેમ છતાં બેન્કનું માનવું છે કે મધ્યસ્થ બેન્કોની ખરીદીથી વર્ષ 2027ના અંત ભાગ સુધીમાં સોનામાં આશરે 15 ટકા તેજી આવી શકે છે. 1 ડોલર પ્રમાણે રૂપિયા 94 થી ગોલ્ડમેન સાક્સના અંદાજમાં વર્ષ 2026ના અંત ભાગ સુધીમાં રૂપિયા 1.25 લાખ પ્રતી 10 ગ્રામ થવાનો અંદાજ છે.
વર્ષ 2027ના અંતમાં ટાર્ગેટ આશરે રૂપિયા 1.45 લાખ પ્રતિ 10 ગ્રામ છે. ભારતમાં અત્યારે સોનાના ભાવ આશરે રૂપિયા 1.46 લાખ પ્રતિ 10 ગ્રામ છે. આ ભાવ આંતરરાષ્ટ્રીય રેટ્સ પ્રમાણે છે. ભારતમાં સોનાની કિંમત ટેક્સ અને અન્ય ચીજવસ્તુઓ જેવા રૂપિયાના સેન્ટીમેન્ટ પર આધાર ધરાવે છે.
ગોલ્ડમેન સાક્સ દ્વારા ટાર્ગેટને ઘટાડો કરી દીધો
વર્ષ 2026ના અંતમાં બેન્કે સોનાને લગતો અંદાજ 4,650 ડોલરથી ઘટીને પ્રતિ ઔંસ 4,150 ડોલર થયો છે. વર્ષ 2027ના અંતમાં આ ટાર્ગેટ પણ 5,400 ડોલરથી ઘટાડી 4,800 ડોલર પ્રતિ ઔંસ કર્યો છે. વર્ષ 2026 માટે ભારતમાં રૂપિયામાં સોનાનો ટાર્ગેટ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.25 લાખ કર્યો છે. વર્ષ 2026નો જૂનો ટાર્ગેટ આશરે રૂપિયા 1.40 લાખ પ્રતિ 10 ગ્રામ છે. વર્ષ 2027નો નવો ટાર્ગેટ આશરે રૂપિયા 1.45 લાખ પ્રતિ 10 ગ્રામ છે. વર્ષ 2027નો જૂનો ટાર્ગેટ આશરે રૂપિયા 1.63 લાખ પ્રતિ 10 ગ્રામ છે.
