Gold Silver Price Today Ahmedabad(August 17, 2026):સોનાના ભાવમાં આજે 17 ઓગસ્ટ 2026ના રોજ આ સપ્તાહ પ્રથમ દિવસે ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 2000 વધી રૂપિયા 1,59,000 થયો છે.
અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 2000 ઉછળીને રૂપિયા 1,58,700 થયો છે. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ (Silver Price In Ahmedabad) રૂપિયા એક હજાર ઉછળી 2,38,000 થયા છે.
| સોના-ચાંદી | ભાવ (રૂપિયામાં) |
| ચાંદી ચોરસ | 1,32,000 – 1,38,000 |
| રૂપું | 2,31,800 – 2 37,800 |
| સિક્કા જૂના | 2300 – 2600 |
| ૯૯.૯ સોનું | 1,51,500 – 1,59,000 |
| ૯૯.૫ સોનું | 1,51,200 – 1,58,700 |
ભારે અફરા-તફરીના માહોલ વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 4400 ડોલર પ્રતિ ઔંસની સપાટીને સ્પર્શી ગયા છે.ઔંદસીઠ સોનાનો ભાવ 20.65 ડોલર વધી 4,398 ડોલર રહ્યા છે.જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.79 ટકા તેજી સાથે 65.65 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બન્નેના ભાવમાં તેજી આવી છે. MCX પર સોનાનો ભાવ રૂપિયા 688 એટલે કે 0.45 ટકા વધી રૂપિયા 1,55,194 રહ્યો છે. જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,676 એટલે કે 0.71 ટકા વધી 2,37,600 રહ્યો છે.
