Gold Silver Rates Increase:ધનતેરસ-દિવાળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, સપ્તાહના પહેલા દિવસે સોનું રૂપિયા 500 અને ચાંદી રૂપિયા 3200 ઉછળ્યા

સોના-ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસથી જે ઘટાડાનું વલણ હતું તેને આજે બ્રેક લાગી છે. સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 530 વધી રૂપિયા 1,43,030 થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 11:23 AM (IST)Updated: Mon, 02 Nov 2026 11:40 AM (IST)
gold-silver-price-today-gold-prices-rise-today-check-the-latest-rates-in-ahmedabad-and-across-the-country

Gold Silver Rates Increase:સોના-ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસથી જે ઘટાડાનું વલણ હતું તેને આજે બ્રેક લાગી છે. સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 530 વધી રૂપિયા 1,43,030 થયા છે. જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 3226 ઉછળી રૂપિયા 1,82,000ને પાર થયા છે.આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનામાં નીચે લેવલે ખરીદી નિકળતા ઘરઆંગણા ઉછાળો જોવા મળ્યો છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજી

ઈન્ટરનેશનલ માર્કેટ એટલે કે Comex ખાતે સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. આજે 3 નવેમ્બરના રોજ Comex પર સોનું 33.15 ડોલર એટલે કે 0.85 ટકા ઉછળી 3,916.98 ડોલર થયુ છે. જ્યારે ચાંદી ઔંસદીઠ ભાવ 1.12 ડોલર એટલે કે 2.22 ટકા વધી 50.42 ડોલર રહ્યા છે.

દિલ્હી ખાતે સોના-ચાંદીના ભાવ

આજે દિલ્હી ખાતે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.40 લાખ જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1.82 લાખ આસપાસ કામકાજ કરી રહેલ છે.

MCX ખાતે સોનાનો ભાવ

મલ્ટી કોમોડિટીઝ એક્સચેન્જ એટલે કે MCX પર ડિસેમ્બર મહિનાની ડિલિવરી ધરાવતા સોનાના ભાવ (gold price today)રૂપિયા 500 વધીને રૂપિયા 1,39,200 થયા છે. જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ(silver price today) રૂપિયા 2400 ઉછળી રૂપિયા 1,81,456 થયો છે.