Gold Silver Price Today Ahmedabad(September 16,2026)|આજનો સોનાનો ભાવ: વિશ્વબજારમાં અનેક ઘટનાક્રમોને પગલે સોના-ચાંદીના ભાવમાં ભારે અફરા-તફરી જોવા મળી રહી છે. અમદાવાદ બુલિયન એસોસિએશન તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 156500 પર સ્થિર છે.જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 5000નો ઉછાળો આવ્યો છે.US ફેડરલ રિઝર્વની મહત્વની બેઠક અગાઉ આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 156500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 1,56,200 થયો છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 5000 ઉછળી રૂપિયા 235000 રહ્યો હતો.
આ પણ વાંચો
આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસ દીઠ સોનાના ભાવ 51.81 ઉછળી 4344.72 ડોલર કવોટ થયા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 1.36 ડોલર એટલે કે 1.37 ટકા વધી 64.71 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 1300 વધી રૂપિયા 152,112 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 3282 વધીને રૂપિયા 2,35,400 રહ્યા હતા.
