Gold Price Target:સોનામાં રોકાણ કરનાર માટે ગોલ્ડમેન સાક્સનો નવો અહેવાલ સામે આવ્યો છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ એટલે કે ફેડ દ્વારા વ્યાજ દરો વધારવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્યાજ દરો વધવાથી સોના પર દબાણ વધે છે, જોકે તેમ છતાં ગોલ્ડમેન સાક્સે સોના અંગે પોતાના ટાર્ગેટને યથાવત રાખ્યો છે. ગોલ્ડમેન સાક્સના અંદાજ પ્રમાણે વર્ષ 2027ના અંત ભાગ સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 5,400 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો બેંકને લાગે છે કે ટૂંકી અવધિમાં સોનાની ઝડપ કંઈક ઝીમી પડી શકે છે. જોકે લાંબી અવધિમાં તેજી યથાવત રહેશે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ રૂપિયા 5,400 ડોલર સુધી પહોંચી ગઈ તો ભારતમાં 24 કેરેટ સોનાના ભાવ કેટલા થઈ શકે છે? તેનો સીધો જવાબ છે-જો ડોલર રૂપિયા 96 આસપાસ જળવાઈ રહે છે અને ભારત તથા ઈન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઈસ વચ્ચે વર્તમાન અંતર યથાવત રહે છે તો દેશમાં 24 કેરેટ સોનું આશરે 1.94 લાખ પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે.
ગોલ્ડમેન સાક્સે વર્ષ 2027ના અંત માટે ગોલ્ડનું તેના 5400 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત છે. બેંકનું માનવું છે કે અમેરિકા વ્યાજ દરોમાં વધારો કરવા સોનાની તેજીને થોડા સમય માટે ધીમી પાડી શકે છે. પણ તેનાથી સોનું લાંબા સમય માટેનો ટાર્ગેટ બદલવાની જરૂર નથી.
