Gold Rate Today:સોના-ચાંદીમાં સતત પીછેહઠ; અમદાવાદ સોનું રૂપિયા 500 અને ચાંદી રૂપિયા 1000 ગગડ્યા, આજનો ભાવ જાણો

જો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવા માંગતા હોય અથવા તહેવારોની સિઝનમાં ખરીદી કરવાની તૈયારી કરતાં હોય તો આજનો આ ઘટાડો તમારા માટે ખૂબ જ મહત્વનો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 07 Oct 2026 06:04 PM (IST)Updated: Wed, 07 Oct 2026 06:04 PM (IST)
gold-price-today-october-07-2026-check-18k-22k-24k-gold-rates-per-gram-in-india-sona-na-bhav

Gold Rate Today (October 07, 2026) | આજનો સોનાનો ભાવ:જો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવા માંગતા હોય અથવા તહેવારોની સિઝનમાં ખરીદી કરવાની તૈયારી કરતાં હોય તો આજનો આ ઘટાડો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે 7 ઓક્ટોબરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીની કિંમતોમાં ભારે દબાણ જોવી મળતું હતું.

MCXનો ડિસેમ્બર એક્સપાયરી સોનાનો વાયદો આશરે રૂપિયા 1.49 લાખ પ્રતિ 10 ગ્રામ પર કામકાજ કરી રહ્યો હતો.જ્યારે ડિસેમ્બર એક્સપાયરી ચાંદી આશરે રૂપિયા 2.24 લાખ પ્રતિ કિલો પર રહ્યો હતો અને તેનો ભાવ રૂપિયા 1.12 ટકા નીચે આવ્યો હતો. દિવસ દરમિયાન કામકાજમાં કિંમતમાં ભારે વધઘટ જોવા મળી શકે છે.

અમદાવાદ ખાતે સોનાનો ભાવ

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આજે અમદાવાદ 10 ગ્રામ દીઠ શદ્ધ સોનાનો ભાવ (99.9) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,52,500 રહ્યો હતો, જ્યારે સ્ટાન્ડર્ડ સોના (99.5)નો ભાવ રૂપિયા 500 તૂટી રૂપિયા 1,52,200 રહ્યો હતો. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા એક હજાર તૂટી રૂપિયા 2,25,000 રહ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ સોનાના ભાવ રૂપિયા 780 ઘટી રૂપિયા 1,49,340 રહ્યા હતા.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે ડિસેમ્બર મહિનાનો સોનાનો વાયદો રૂપિયા 780 એટલે કે 0.52 ટકા ઘટી રૂપિયા 1,49,340 થયો છે.

તારીખ (Date) 24K (પ્રતિ ગ્રામ) 22K (પ્રતિ ગ્રામ)
Oct 07, 2026 ₹1,52,500 ₹1,52,200
Oct 06, 2026 ₹1,53,000 ₹1,52,700
Oct 05, 2026 ₹1,53,000 ₹1,52,700
Oct 03, 2026 ₹1,52,00 ₹1,51,700

વિશ્વ બજારમાં સોના અને ચાંદીની કિંમતો


વિશ્વ બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થતો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 1.06 ડોલર એટલે કે 1.73 ટકા તૂટી 60.21 ડોલર ગગડ્યાં હતા. જ્યારે સોનાના ઔંસદીઠ ભાવ 40.56 ડોલર એટલે કે 0.96 ટકા ઘટી 4,120.59 ડોલર રહ્યા હતા.