Gold Coin On Dhanteras:ધનતેરસ પર શું સોના-ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છો? ઓર્ડર આપતા પહેલા આ ખાસ બાબતો તપાસી લો

Gold Coin On Dhanteras:ધનતેરસ નિમિત્તે સોના અને ચાંદીની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે.આ પ્રસંગે લોકો સામાન્ય રીતે સોના અને ચાંદીના સિક્કા (Gold-Silver Coins)ખરીદતા હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 07:32 AM (IST)Updated: Fri, 06 Nov 2026 07:38 AM (IST)
gold-coin-buying-gold-or-silver-coins-this-dhanteras-be-sure-to-check-these-things-before-order

Gold Coin On Dhanteras:ધનતેરસ નિમિત્તે સોના અને ચાંદીની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે.આ પ્રસંગે લોકો સામાન્ય રીતે સોના અને ચાંદીના સિક્કા (Gold-Silver Coins)ખરીદતા હોય છે. એક સમયે જ્યારે લોકો જ્વેલરી શોપ અથવા બુલિયન માર્કેટ જઈને સોનાની ખરીદી કરતાં હતા, તેઓ હવે Blinkit, Zepto અને Swiggy Instamart જેવા પ્લેટફોર્મ પર જઈને ખરીદી કરે છે. હવે ઘરે બેઠા જ ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના સિક્કા ઓર્ડર આપી શકાય છે.

જોકે ઓનલાઈન ખરીદીની આ સુવિધા વચ્ચે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને સોના-ચાંદી જેવા કિંમતી ધાતુની શુદ્દતા, વજન તથા હોલમાર્ક અને બિલ જેવી બાબતનો જોવી ખૂબ જ જરૂરી છે.

ઓનલાઈન પ્લેટફોર્મ પર સોન-ચાંદીના સિક્કા વિવિધ વજનમાં મળે છે. આ સિક્કા 0.5 ગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ અથવા 5 ગ્રામના હોય છે.આ સંજોગોમાં ફક્ત ઈમેજ જોઈને જ ઓર્ડર ન કરશો. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો વાંચવી અને જુઓ કે તેમાં અસલી સોના અથવા ચાંદીનો વજન કેટલો છે.

સોના-ચાંદીની ઓનલાઈન ખરીદીમાં આ સૌથી મોટી વાત છે. ઓર્ડર કરતાં પહેલા પ્લેટફોર્મ પર સોના-ચાંદીના સિક્કાને પરત કરવા અથવા રિપ્લેસમેન્ટની શું શરત છે. અનેક વખત આ પ્રોડક્ટ પર સામાન્ય રિટર્નની સુવિધા નથી હોતી. જોકે જો સામાન નકલી, ખરાબ અથવા દર્શાવવામાં આવેલી માહિતીથી અલગ હોઈ શકે છે તો ગ્રાહક સંબંધિત ઈ-કોમર્સના નિયમો હેઠળ ફરિયાદ અને રિફંડને લગતા દાવા કરી શકે છે. માટે ડિલિવરી અગાઉ અને બાદમાં તમામ શરતો વાંચો.

ઓનલાઈન સિક્કા ખરીદ્યા બાદ ડિજિટલ ઈનવોઈસ, ઓર્ડર કન્ફર્મેશન અને પેમેન્ટની રસીદ ચોક્કસપણે સેવ કરો. ડિલીવરી મળતે ત્યારે પેકેજીંગ અને સિક્કાની માહિતી એપ પર આપવામાં આવેલ માહિતી સાથે ચકાસી જુઓ. જો વજન, શુદ્ધતા અથવા પ્રોડક્ટની માહિતીમાં કોઈ તફાવત હોય તો તેની ઈમેજ લઈને પ્લેટફોર્મ પર આ અંગે જાણ કરો.