Gold Silver Price:અમદાવાદ સોના-ચાંદીમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો ઘટાડો, સોનું રૂપિયા 500, ચાંદી રૂપિયા 5000 સસ્તા થયા,આજના રેટ જાણો

અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 ઘટી રૂપિયા 156500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,56,200 થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 14 Sep 2026 06:35 PM (IST)Updated: Mon, 14 Sep 2026 06:42 PM (IST)
gold-and-silver-prices-crash-by-rs-500-and-rs-5000-in-ahmedabad-know-todays-rates

Gold Silver Price Today Ahmedabad(September 14,2026)|આજનો સોનાનો ભાવ: વિશ્વબજારમાં નવા સપ્તાહમાં દરમિયાન અનેક ઘટનાક્રમોને પગલે સોના-ચાંદીમાં રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. તેને પગલે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તેને પગલે સ્થાનિક બુલિયન માર્કેટમાં પણ મંદી જોવા મળી છે.

અમદાવાદ બુલિયન એસોસિએશન તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 500 ઘટી રૂપિયા 155500 થયા છે. જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 5000 ઘટી રૂપિયા 228000 થયા છે.

અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 ઘટી રૂપિયા 156500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,56,200 થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 5000 તૂટી રૂપિયા 228000 રહ્યો હતો.

ગઈ રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસ દીઠ સોનાના ભાવ 56.37 તૂટી 4367.85 ડોલર કવોટ થયા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 1.19 ડોલર એટલે કે 1.16 ટકા ઘટી 62.63 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 2545 તૂટી રૂપિયા 150,239 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 4774 ગગડી રૂપિયા 2,30,000 રહ્યા હતા.