સોના અને ચાંદીના ઘરેણાં મોંઘા થશે, સરકારે ઓચિંતા જ હોલમાર્કિંગ ફીમાં 3 ગણો વધારો કર્યો, ગ્રાહકોને લાગશે મોટો ઝાટકો

BISએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (હોલમાર્કિંગ) રેગ્યુલેશન્સ, 2026માં સુધારો કર્યો છે. લમાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 16 Sep 2026 07:22 PM (IST)Updated: Wed, 16 Sep 2026 07:22 PM (IST)
gold-and-silver-jewelry-to-become-costlier-government-hikes-hallmarking-fees-threefold

Gold Hallmarking Charges: તહેવારો અને લગ્નની સિઝન અગાઉ સોના-ચાંદી ખરીદવા ઈચ્છતા લોકો માટે મોટો ઝાટકો લાગ્યો છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS)ની માહિતી પ્રમામણે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી એટલે કે સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગને લગતી ફી હવે રૂપિયા 45થી વધારીને રૂપિયા 75 કરવામાં આવી છે. સરકારે હોલમાર્કિંગ કરાવવાની કિંમત ત્રણ ગણો વધારો થયો છે. એક ઝાટકે આશરે 67 ટકા વધારો કર્યો છે. નવી સિસ્ટમ અંતર્ગત હવે ગોલ્ડ જ્વેલરી (Gold Jewellery) ફીમાં ફેરફાર એવા સમયે આવ્યો છે કે જ્યારે નવરાત્રી, દશેરા અને દિવાળીના સમયમાં જ્વેલર્સ તેમની તૈયારી ઝડપી બનાવી રહ્યા છે.

BISએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (હોલમાર્કિંગ) રેગ્યુલેશન્સ, 2026માં સુધારો કર્યો છે. આ સંબંધિત સૂચના 14 સપ્ટેમ્બર, 2026ના રોજ જારી કરવામાં આવી હતી અને નવી ફી સત્તાવાર ગેઝેટમાં સૂચના પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી છે.નવા નિયમો પ્રમાણે ઝવેરીઓએ માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર્સ (AHCs) પર દરેક સોનાની વસ્તુ માટે 75 રૂપિયાની હોલમાર્કિંગ ફી ચૂકવવી પડશે. પ્રતિ કન્સાઇનમેન્ટ લઘુતમ ચાર્જ 200 રૂપિયા હશે. દરમિયાન દરેક ચાંદીની વસ્તુ માટે હોલમાર્કિંગ ફી 35 રૂપિયા નક્કી કરવામાં આવી છે.ચાંદીની વસ્તુના દરેક કન્સાઇનમેન્ટ માટે ઓછામાં ઓછી 150 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

નોટિફિકેશન પ્રમાણે BIS માટે હોલમાર્કિંગ સેન્ટર દ્વારા ફી પણ લેવામાં આવશે. સોનાની વસ્તુઓ માટે આ ફી પ્રતિ આર્ટીકલ રૂપિયા 7.50 હશે જેમાં ઓછામાં ઓછા રૂપિયા 20 પ્રતિ કન્સાઇનમેન્ટ હશે. ચાંદી માટે ફી પ્રતિ આર્ટીકલ રૂપિયા 3.50 હશે, જેમાં ઓછામાં ઓછા રૂપિયા 15 પ્રતિ કન્સાઇનમેન્ટ હશે.લાગુ પડતા કર વધારાના રહેશે.