Wheat Prices Fall:દેશના અનેક રાજ્યોમાં ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવ રૂપિયા 344 ઘટ્યા, FCIના E-Auction જોવા મળ્યું ઘટાડા તરફી વલણ

Wheat Prices Fall in India:ઈન્ડિયન ફૂડ કોર્પોરેશન(FCI) તરફથી તાજેતરમાં યોજવામાં આવેલ ઈ-હરાજીમાં મહારાષ્ટ્ર સિવાય દેશના અગ્રણી ઘઉં ઉત્પાદક રાજ્યોમાં કિંમતોમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 59થી રૂપિયા 344 સુધી ઘટાડો નોંધાયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 03:45 PM (IST)Updated: Fri, 06 Nov 2026 03:45 PM (IST)
fci-eauction-wheat-prices-fall-across-india-rise-in-maharashtra-check-latest-rates

Wheat Prices Fall in India:ઈન્ડિયન ફૂડ કોર્પોરેશન(FCI) તરફથી તાજેતરમાં યોજવામાં આવેલ ઈ-હરાજીમાં મહારાષ્ટ્ર સિવાય દેશના અગ્રણી ઘઉં ઉત્પાદક રાજ્યોમાં કિંમતોમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 59થી રૂપિયા 344 સુધી ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે હરાજીમાં પ્રોસેસર્સની સહભાગીતા વધારવા અને વેચાણ માટે ઘઉંનું પ્રમાણ બે ગણું કરવાથી કિંમતમાં આ ઘટાડો થયો છે.

મીડિયા અહેવાલો પ્રમાણે FCIના ઓક્શન પોર્ટલ પરથી મળેલી આંકડાકીય માહિતી પ્રમાણે ગુજરાત સીવાય અન્ય રાજ્યોમાં કૂલ 1.91 લાખ ટન ઘઉં વેચાણ માટે રાખવામાં આવ્યા હતા, જેમાંથી સફળતાપૂર્વક 1.78 લાખ ટન ઘઉં બોલી મળી છે. સરકારે આ ઓક્શનમાં એકંદરે કૂલ 1.99 લાખ ટન ઘઉં વેચાણ માટે રજૂ કર્યાં હતા, જ્યારે અગાઉના સપ્તાહ તેનું પ્રમાણ 1.01 લાખ ટન હતું.

તેમાં ગુજરાત માટે 8,000 ટન ઘઉં પણ સામેલ હતો. જોકે, સાંજ સુધી ગુજરાતની હરાજીને લગતી વિગત ઉપલબ્ધ નથી. આ સપ્તાહ ઘઉંના કૂલ ઉપાડ નજીવો ઘટીને આશરે 93 ટકા રહેલ છે, જ્યારે ગત હરાજીમાં આ 98 ટકા હતી. પંજાબ, હરિયાણા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રસ્તાવિત પ્રમાણની તુલનામાં ઓછી બિડ પ્રાપ્ત થયેલ છે.

ઓક્શનમાં ભાગ લેવનાર એક પ્રોસેસરે મીડિયાને માહિતી આપી કે આ સપ્તાહ પ્રોસેસર્સની ભાગીદારીમાં ઘણો વધારો થયો છે. તેનાથી સંકેત મળ્યા છે કે ગત નીતિગત યોગ્ય આંકલન કરી શકાયું ન હતું અને ઓછા પ્રમાણમાં ઘઉં ઉપલબધ કરવા સાથે ભાગીદારી પણ મર્યાદિત હતી. તેને લીધે મિલર્સે સંભવિત ઊંચી કિંમત પર બિડ લગાવી. હવે એવી આશા છે કે કિંમતમાં એકંદરે સ્થિરતા આવશે.

જોકે, સરકારને પ્રત્યેક સહભાગી માટે ખરીદીને લગતી મહત્તમ મર્યાદા વધારવા અંગે વિચાર કરવો જોઈએ. જેથી મિલર્સને પોતાના પ્લાન્ટ ચલાવવા માટે FCI પાસેથી યોગ્ય પ્રમાણમાં ઘઉં મળી શકે. તેમણે વધુમાં કહ્યું કે ઓક્શનમાં 300 ટન ઘઉં મળ્યા જે એક સપ્તાહમાં કોઈ પ્રોસેસર માટે ખરીદવામાં આવેલમહત્તમ નિર્ધારિ મર્યાદા છે.